Skin Care: અલગ અલગ કારણોને લીધે ચહેરા પર ડાઘ અને કરચલીઓ ઉંમર પહેલા જ દેખાવા લાગે છે. ખાવા પીવાની ખોટી આદતો, પ્રદૂષણ વગેરેના કારણે ખૂબ બચ્ચા પર ખીલ, બ્લેકહેડ અને ડાઘ વધારે પ્રમાણમાં દેખાવા લાગે છે. તેનાથી ચહેરાની સુંદરતા પણ ખરાબ થઈ જાય છે. ઘણા લોકો એવા હશે જે આ તકલીફથી પીડિત હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને પણ ત્વચા સંબંધિત સમસ્યાઓ રહેતી હોય અને તમે સ્કીન કેર માટે સમય ફાળવી શકતા ન હોય તો આજે એક સરળ રસ્તો તમને જણાવીએ. ચહેરાની ચમક વધારવા અને ત્વચા પર પડેલા ડાઘ તેમજ કરચલીઓને દૂર કરવા માટે તમે અસરકારક ઘરેલુ નુસખાની મદદ લઈ શકો છો. આ નુસખાની મદદથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જાય છે. સાત જ દિવસમાં તમારી ત્વચા સુંદર અને બેદાગ બની જશે.


ચહેરા પરના ડાઘ દૂર કરવાના ઘરેલુ ઉપાય 


આ પણ વાંચો: મોંઘા હેર પ્રોડક્ટને કહો બાય બાય... આ આયુર્વેદિક નુસખાથી 7 દિવસમાં વાળ ખરતા બંધ થશે


બટેટાની છાલ 


ચેહરા પરથી ડાઘ દૂર કરવા માટે બટેટાનો પ્રયોગ કરી શકાય છે. તેના માટે બટેટાની છાલ અથવા તો ખમણેલા બટેટાથી ચહેરા પર મસાજ કરવી. દસ મિનિટ પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લેવો. 


ટમેટાનો રસ 


ચહેરા પરથી ડાઘ દૂર કરવા માટે ટમેટાનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે ટમેટાના બે ટુકડા કરી તેના બંને ભાગ પર કોફી પાવડર લગાડો. હવે આ ટમેટા થી ચહેરા અને ગરદન પર સારી રીતે મસાજ કરો. 10 થી 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો. 


આ પણ વાંચો: Skin Care: કોલેજન વધારે છે આ ખાસ ડ્રિંક, રોજ 1 કપ પીવાથી ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો


ચંદન પાવડર 


ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે ચંદન પાવડરનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક ચમચી ચંદન પાવડર લઈ તેમાં મધ, ગુલાબજળ અને કાકડીનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ઉપાય કરશો તો ડાઘ દૂર થવા લાગશે. 


આ પણ વાંચો: Triphala: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન હેલ્ધી


નાળિયેર તેલ 


ઠંડીની ઋતુમાં નાળિયેર તેલ નો ઉપયોગ કરવો પણ લાભ કરે છે. તેનાથી ચહેરાના ડાઘ દૂર થાય છે. રોજ રાત્રે સુતા પહેલા ચહેરા પર થોડું નાળિયેર તેલ અપ્લાય કરી દસ મિનિટ મસાજ કરો. ત્યાર પછી તેલને ચહેરા પર જ રહેવા દો અને સવારે હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. જે લોકોની સ્કિન ઓઇલી હોય તેમણે નાળિયેર તેલ નો ઉપયોગ ન કરવો. 


આ પણ વાંચો: White Hair: આ 5 કામ કરવાથી અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, ઉંમર વધશે પણ વાળ કાળા જ રહેશે


મધ 


ચહેરા પરથી ડાઘ દૂર કરવા હોય તો મધ પણ લગાડી શકાય છે. સુતા પહેલા ચહેરા પર મધ લગાડી દસથી પંદર મિનિટ મસાજ કરો. ત્યાર પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી સુઈ જવું. મધ અપ્લાય કરવાથી સ્કીન પર ગ્લો પણ આવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)