Skin Care: ઋતુ કોઈ પણ હોય તેમાં સ્કીન કેર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. સ્કીનને હેલ્ધી અને સુંદર રાખવા માટે તમે કેસરનો ઉપયોગ પણ કરી શકો છો. આમ તો માર્કેટમાં તમને કેસરયુક્ત અનેક પ્રોડક્ટ મળી જશે પરંતુ આવા પ્રોડક્ટનો ઉપયોગ કરવાની બદલે તમે ઘરે જ કેસરના થોડા તાંતણામાંથી એક ડબ્બી નાઈટ ક્રીમ તૈયાર કરી શકો છો. કેસરમાંથી ઘરે બનાવેલી આ ક્રીમનો ઉપયોગ કરવાથી ચહેરા પરથી ડાર્ક સ્પોટ ઝડપથી દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કેસરમાંથી નાઈટ ક્રીમ કેવી રીતે બનાવવી અને તેનાથી ત્વચાને કેવી રીતે ફાયદો થાય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેસરની ક્રીમ બનાવવાની સામગ્રી


આ પણ વાંચો: ગરદન પર વર્ષોથી જામેલી કાળાશ પણ મિનિટોમાં થશે દુર, અજમાવો દાદીમાંના આ નુસખા


કેસરના થોડા તાંતણા
એલોવેરા જેલ - 2 ચમચી
વિટામીન ઈ કેપ્સુલ - 2
બદામનું તેલ - 1 ચમચી
ગુલાબજળ 


કેસરની નાઈટ ક્રીમ કેવી રીતે બનાવવી ? 


આ પણ વાંચો: આ 3 સસ્તી વસ્તુ 7 દિવસમાં ત્વચાને બનાવશે ચાંદ જેવી સુંદર, ચહેરાના ડાઘ-ધબ્બા થશે દુર


એક ટીસ્યુ પેપરમાં કેસર રાખી તેને તવા પર એક મિનિટ સુધી ગરમ કરો. ધ્યાન રાખો કે ટીસ્યુ પેપરમાં રાખેલું કેસર બળે નહીં ફક્ત ગરમ થાય. ગરમ કરેલા કેસરને કાચની બોટલમાં અથવા વાટકીમાં લઈ લો. હવે તેમાં બે ચમચી એલોવેરા જેલ, બે વિટામીન ઈની કેપ્સ્યુલ, એક ચમચી બદામનું તેલ અને ગુલાબજળના થોડા ટીપા ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ રીતે ક્રીમ તૈયાર કરી તમે સ્ટોર પણ કરી શકો છો. તૈયાર કરેલી ક્રીમને રાત્રે ચહેરા અને ગરદન પર લગાવો. 


આ પણ વાંચો: વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે લાકડાનો કાંસકો, જાણો કેવી રીતે થાય છે વાળને ફાયદો


આ હોમમેડ ક્રીમને ત્વચા પર લગાડવાથી ત્વચા ગોરી થાય છે અને કાળા ડાઘ ગાયબ થવા લાગે છે. કેસરની આ ક્રીમ ત્વચા પરથી કરચલીઓને પણ ઓછી કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)