Get Rid Of Monsoon Flies: વરસાદ પડે પછી કેટલીક સમસ્યાઓ દરેક ઘરમાં જોવા મળે છે. આ સમસ્યાઓ એવી હોય છે જેનાથી દરેક ગૃહિણી પરેશાન હોય છે. જે સમસ્યાની અહીં વાત થઈ રહી છે તે છે માખીનો ઉપદ્રવ. વરસાદ પછી વાતાવરણ એવું થઈ જાય છે જે માખીઓ માટે સૌથી અનુકૂળ હોય છે. વરસાદ પછી માખીનું ઘરમાં આવવાનું પ્રમાણ વધી જાય છે. આખું વર્ષ જે માખી જોવા પણ ન મળે તે એકાએક વધી જાય તો ઘરમાં પરેશાની સર્જાઈ જાય છે. આ માખીઓ કરડતી નથી પરંતુ તે બીમારી ફેલાવતું જંતુ હોય છે. ગંદકીમાં બેસેલી માખી ઘરમાં આવીને ખાવા પીવાની વસ્તુઓ પર બેસે તો તેનાથી ગંભીર બીમારી ફેલાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Lifehacks: ઘરમાં રાખો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, જીવતો નહીં બચે ઘરમાં આવેલો એક પણ મચ્છર


તેથી જ ચોમાસામાં દરેક ગૃહિણી માટે સૌથી મોટી સમસ્યા હોય છે કે ઘરમાંથી માખીને કેવી રીતે ભગાડવી ? માખી ભગાડવાના અલગ અલગ ઉપાયો વિશે તમે અનેક વખત સાંભળ્યું હશે. પરંતુ આજે તમને કેટલાક સરળ અને તુરંત અસર કરતા ઉપાયો જણાવીએ. આ ઉપાયોની મદદથી તમે ગણતરીની મિનિટોમાં ઘરમાંથી માખીનો સફાયો કરી શકો છો. તો ફટાફટ જાણી લો આ ઉપાયો વિશે અને કરી દો તેના પર અમલ. 


માખીનો સફાયો કરવાના ઉપાય 


આ પણ વાંચો: Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે


1. માખી સૌથી વધુ ત્યાં આવે છે જ્યાં ગંદકી હોય. તેથી ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે પણ રસોડાનો ઉપયોગ કરો ત્યારે તુરંત જ તેને સાફ કરો. ખાસ કરીને રસોડાના વાસણ, સિંક, ગેસનો ચૂલો સાફ રાખો. આ જગ્યા પર સૌથી વધુ માખી આવે છે. આ સિવાય ઘરમાં ડસ્ટબિન પણ ઢાંકીને રાખો અને નિયમિત તેને ખાલી કરો. 


2. માખીને તુરંત જ ઘરમાંથી ભગાડવી હોય તો લીંબુ અને લવિંગનો ઉપયોગ કરો. લીંબુને અડધું કાપી તેમાં લવિંગ રાખી દો. આ લવિંગને ટેબલ પર અને ઘરના ખૂણામાં રાખી દો. તમે જોશો કે ગણતરીની મિનિટોમાં માખી દુર ભાગી જશે. 


આ પણ વાંચો: Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ


3. એક મોટા વાસણમાં પાણી ભરો અને તેમાં ડિટરજન્ટ મિક્સ કરો. ત્યાર પછી તેમાં મધ કે વિનેગર ઉમેરી દો. આ મિશ્રણની ઉપર પ્લાસ્ટિક બરાબર ઢાંકી દો. ત્યાર પછી પ્લાસ્ટિકમાં થોડા કાણા કરી દો જેથી માખી અંદર જઈ શકે. મધથી આકર્ષિત થઈને માખી તેમાં જશે પરંતુ તે જીવતી બહાર નીકળી નહીં શકે. 


4. ઔષધીય ગુણોથી ભરપૂર તુલસી માખીને પણ ઘરથી દૂર રાખે છે. તુલસીના પાનની સુગંધથી માખીઓ દૂર ભાગે છે. ચોમાસા દરમિયાન ઘરમાં તુલસીનો છોડ રાખી દો. ઘરમાં માખી આવતી બંધ થઈ જશે. 


આ પણ વાંચો: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આમાંથી કોઈ 1 ઉપાય


5. જો ઘરમાં હદ કરતાં વધારે માખીનો ઉપદ્રવ હોય તો માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ સ્પ્રે કે જેલનો ઉપયોગ પણ કરી શકાય છે. જો ઘરમાં નાના બાળકો હોય તો આવી વસ્તુનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)