Blackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાય
Blackheads: ઘણી વખત બ્લેકહેડ્સ કાઢવામાં તકલીફ પણ થાય છે પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં થાય. આજે તમને એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તુરંત જ બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
Blackheads: નાકની ત્વચાની આસપાસ બ્લેકહેડ્સ થાય તે સામાન્ય છે. આ સમસ્યા ઘણા લોકોને પરેશાન કરે છે. ઓઇલ, ડેડ સ્કીન અને ગંદકી નાકની આસપાસની ત્વચાના રોમ છિદ્રોમાં જામી જાય છે. આ બ્લેકહેડ્સ હટાવવા માટે બજારમાં અલગ-અલગ પ્રોડક્ટ મળે છે. પરંતુ એક પણ પ્રકારનો ખર્ચ કર્યા વિના પણ તમે આ બ્લેકહેડ્સને દૂર કરી શકો છો અને તે પણ માત્ર પાંચ મિનિટમાં.
આ પણ વાંચો: Weight Loss: આ 4 વસ્તુઓ રોજ ખાવાનું શરૂ કરો, બહાર લટકતું પેટ ઝડપથી અંદર જશે
કેટલાક એવા ઘરેલુ ઉપાયો પણ છે જેની મદદથી તમે બ્લેકહેડ્સને સરળતાથી ઘરે જ દૂર કરી શકો છો અને તેનાથી ત્વચાને કોઈ નુકસાન પણ નહીં થાય. ઘણી વખત બ્લેકહેડ્સ કાઢવામાં તકલીફ પણ થાય છે પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં થાય. આજે તમને એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તુરંત જ બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
આ પણ વાંચો: આ તેલથી રાત્રે નાભિમાં માલિશ કરો, ઠંડીમાં ત્વચા ફાટશે નહીં, લોશન લગાડવું નહિ પડે
બ્લેકહેડ્સ હટાવવાનો ઘરેલુ નુસખો
બ્લેકહેડ્સ હટાવવા માટે તમને કેટલીક સામાન્ય અને પ્રાકૃતિક વસ્તુઓની જરૂર પડશે. જેમાં ચણાનો લોટ, બટેટાનો રસ અને એલોવેરા જેલનો સમાવેશ થાય છે. આ ત્રણ વસ્તુનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી બ્લેક હેડ્સ દૂર થાય છે અને ત્વચા પણ બ્રાઇટ દેખાય છે.
આ પણ વાંચો:દાડમની છાલ સુકાઈને કડક થઈ ગઈ હોય તો આ ટ્રિક અપનાવો, મહેનત વિના ઝડપથી ઉતરશે છાલ
કેવી રીતે બનાવવું માસ્ક ?
સૌથી પહેલા એક વાટકીમાં જરૂર અનુસાર ચણાનો લોટ લેવો. તેમાં ફ્રેશ એલોવેરા જેલ ઉમેરો. ત્યાર પછી તેમાં થોડો બટેટાનો રસ ઉમેરો. તૈયાર કરેલી પેસ્ટને સારી રીતે મિક્સ કરો આ મિશ્રણને નાકની આસપાસ સારી રીતે લગાવો. પાંચથી દસ મિનિટ માટે આ પેસ્ટને નાક પર લગાવી રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરતા કરતા પેસ્ટને નાક પરથી સાફ કરો. તેનાથી બ્લેકહેડ્સ નીકળવા લાગશે. જો વધારે બ્લેક હેટ્સ હોય તો નિયમિત આ પેસ્ટનો ઉપયોગ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)