Lifehacks: ઘણી વખત ઝીપરવાળા કપડાને ધ્યાનથી રાખવામાં કે ધોવામાં આવે તો તેની ઝીપર ખરાબ થઈ જાય છે. આવું તમારી સાથે પણ ઘણીવાર થયું હશે. ઘણી વખત પેકિંગ કરતી વખતે બેગની ચેન પણ ખરાબ થઈ જતી હોય છે. શિયાળામાં પહેરવાના જેકેટને પણ જ્યારે બંધ કરીએ છીએ ત્યારે ઝીપર અટકી જાય છે અને ખરાબ થઈ જાય છે. આવી રીતે અચાનક ઝીપર ખરાબ થઈ જાય તો તેને રીપેર કેવી રીતે કરવી આજે તમને જણાવીએ. આજે તમને એવી સરળ 4 રીત વિશે જણાવીએ જેને ફોલો કરીને તમે ઘરે જ ગણતરીની મિનિટોમાં ખરાબ થયેલી ઝીપરને રીપેર કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પેટની આસપાસ જામેલી ટાયર જેવી ચરબી ગણતરીના દિવસોમાં થશે ગાયબ, જાણો વેટ લોસ સીક્રેટ


ગરમ કરો


ખરાબ થયેલી ઝીપરને રીપેર કરવાનો સૌથી સરળ રસ્તો છે તેને ગરમ કરો. તેના માટે તમને એક લાઇટરની જરૂર પડશે. જે વસ્તુની ઝીપર ખરાબ થઈ હોય તેની નજીક લાઇટર સળગાવીને રાખો. લાઇટરને એટલું જ નજીક લઈ કે જેનાથી ઝીપર ગરમ થાય. ઝીપરને એક વખત ગરમ કર્યા પછી ધીરે ધીરે ખોલો અને બંધ કરો.


તેલ કે ગ્રીસ લગાડો


કોઈપણ વસ્તુની ઝીપર જ્યારે અટકવા લાગે તો તેના પર રૂ વડે ગ્રીસ અથવા તેલ લગાડો અને ત્યાર પછી ધીરે ધીરે તેને ખોલો અને બંધ કરો. તમે બ્રશની મદદથી પણ તેલ લગાડી શકો છો. તેલ લગાડીને તેને થોડીવાર એમ જ રહેવા દો થોડી જ મિનિટોમાં ચેન બરાબર થઈ જશે.


આ પણ વાંચો: Health Tips: તન અને મનને તંદુરસ્ત રાખે છે આ 6 પોષકતત્વો, શિયાળામાં અચૂક કરો સેવન


સાફ કરો


ઘણી વખત ચેનમાં ગંદકી કે ધૂળ જમા થઈ ગઈ હોય છે તેના કારણે પણ તે બંધ થવામાં અટકતી હોય છે. આવી સ્થિતિમાં ચેનને સાફ કરીને તમે તેને ઠીક કરી શકો છો. તેના માટે એક બાઉલમાં ડિટર્જન્ટ કે સાબુનું પાણી બનાવી બ્રશની મદદથી ચેનને બરાબર સાફ કરો. ત્યાર પછી ભીના કપડાથી ઝીપરને સાફ કરો. 


વેસેલિન


ખરાબ થયેલા ઝીપરને સરળતાથી ઠીક કરવું હોય તો વેસેલિનનો ઉપયોગ કરો. વેસેલિન લગાડવાથી ઝીપર ચીકણી થઈ જશે અને ચેન સરળતાથી ઉપર નીચે થશે. વેસેલિન લગાડવા માટે ઇયરબડનો ઉપયોગ કરવો. તેનાથી ઝીપરની બંને તરફ સારી રીતે વેસેલિન લગાડી દેવું. બે મિનિટ પછી છેલ્લે જ્યારે તમે ઉપર નીચે કરશો તો તે સરળતાથી બંધ થશે.


આ પણ વાંચો: Hair Care: વિટામિનની ખામીથી પાતળા થયેલા વાળનો ગ્રોથ વધારવા અપનાવો આ 4 ઘરેલુ ઉપાય


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)