Health Tips: તન અને મનને તંદુરસ્ત રાખે છે આ 6 પોષકતત્વો, શિયાળામાં અચૂક કરો સેવન

Health Tips: એક સામાન્ય વયસ્ક વ્યક્તિને દિવસ દરમિયાન 50 ગ્રામ પ્રોટીન, 70 ગ્રામ ફેટ, 300 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 8600 કેલેરીની જરૂર હોય છે. જો તમારી શારીરિક પ્રવૃત્તિ વધારે હોય તો તમને દિવસમાં વધારે પોષણની જરૂર પણ પડી શકે છે અને જો તમારી જીવનશૈલી બેઠાડું હોય તો તમને ઓછા પોષક તત્વોની જરૂર પડે છે. 

Health Tips: તન અને મનને તંદુરસ્ત રાખે છે આ 6 પોષકતત્વો, શિયાળામાં અચૂક કરો સેવન

Health Tips: શરીર અને મન સ્વસ્થ તેમજ રોગમુક્ત રહે તે માટે જરૂરી છે કે શરીરને જરૂરી પોષક તત્વો મળતા રહે. આ પોષક તત્વો આપણને ભોજનના માધ્યમથી જ મળે છે. પોષક તત્વોની માત્રા વ્યક્તિ તેની ઉંમર અને શારીરિક ગતિવિધિના અનુસાર લેવાની હોય છે. એક સામાન્ય વયસ્ક વ્યક્તિને દિવસ દરમિયાન 50 ગ્રામ પ્રોટીન, 70 ગ્રામ ફેટ, 300 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 8600 કેલેરીની જરૂર હોય છે. જો તમારી શારીરિક પ્રવૃત્તિ વધારે હોય તો તમને દિવસમાં વધારે પોષણની જરૂર પણ પડી શકે છે અને જો તમારી જીવનશૈલી બેઠાડું હોય તો તમને ઓછા પોષક તત્વોની જરૂર પડે છે. આજે તમને જણાવીએ કે શરીર માટે જરૂરી છ પોષક તત્વો કયા છે અને આ પોષક તત્વો તમે કયા આહાર દ્વારા મેળવી શકો છો.

પ્રોટીન

પ્રોટીન એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે જે શરીરના ટિશુના નિર્માણ માટે જરૂરી છે. તે સ્નાયુ, હાડકા, ત્વચા અને વાળ માટે આવશ્યક છે. તેનું સેવન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે અને સ્નાયુના નિર્માણમાં પણ સરળતા રહે છે. આ પ્રોટીન માછલી, માંસ, ઈંડા, કઠોળ, દાળ અને નટ્સ તેમજ ડેરી પ્રોડક્ટ દ્વારા મેળવી શકાય છે.

કાર્બોહાઈડ્રેટ

કાર્બોહાઈડ્રેટ શરીરનું મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. તે મગજ અને નર્વસ સિસ્ટમ તેમજ મસલ્સને એનર્જી આપે છે. કાર્બોહાઈડ્રેટનું સેવન વજન વધારે છે અને મૂડને સુધારે છે. કાર્બોહાઈડ્રેટના સોર્સની વાત કરીએ તો આખા અનાજ, ફળ અને શાકભાજીમાંથી તે મળે છે. 

ફેટ

શરીર માટે હેલ્ધી ફેટ પણ જરૂરી પોષક તત્વ છે. તે શરીરને ગરમ રાખે છે અને હોર્મોન ઉત્પાદનમાં મદદ કરે છે. તેનાથી હાર્ટ નું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને સ્કીન પણ હેલ્ધી રહે છે. હેલ્થી ફેટ ઓલિવ ઓઇલ, નાળિયેરનું તેલ, અળસી નું તેલ અને આખા અનાજમાંથી મળે છે.

વિટામીન

અલગ અલગ પ્રકારના વિટામિન ની જરૂરિયાત શરીરને અલગ અલગ રીતે પડે છે.. વિટામીન સુધીની રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત રાખે છે. તેમજ હાડકા અને દાંતને પણ મજબૂત બનાવે છે. શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે પણ વિટામીન જરૂરી છે. આ વિટામીન શરીરને ફળ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ, માછલી અને ઈંડાથી મળે છે.

મિનરલ્સ

મિનરલ્સ એટલે કે ખનીજ પણ શરીર માટે જરૂરી છે તેના વડે હાડકા અને દાંત સ્વસ્થ રહે છે તેમજ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જો તમે સ્નાયુને સારી રીતે કામ કરતા રાખવા માંગો છો તો મિનરલ્સ જરૂરી છે. ફળ, શાકભાજી, આખા અનાજ, ઈંડા વગેરેમાંથી મળે છે. 

પ્રોબાયોટિક

પ્રોબાયોટિક આંતરડાને સ્વસ્થ રાખે છે. તેનાથી પાચન સુધરે છે અને ઇમ્યુનિટી મજબૂત રહે છે. પ્રોબાયોટિક શરીરને છાશ, ગ્રીક યોગર્ટ, પનીર, દહીં, ચોકલેટ તેમજ અથાણા વડે મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news