નવી દિલ્હીઃ એક નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે તણાવપૂર્ણ નોકરીઓ અને ઓછા વેતનવાળા પુરુષોને હૃદય રોગનું જોખમ અન્ય કરતા બમણું હોય છે. 'સર્ક્યુલેશનઃ કાર્ડિયોવેસ્ક્યુલર ક્વોલિટી એન્ડ આઉટકમ્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે કામ પર માનસિક તણાવ હૃદય રોગનું જોખમ વધારી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડાના કયૂબેકમાં CHU de Québec-University Laval Research Centerના મેથિલ્ડે લેવિગ્ને-રોબિચૌડે જણાવ્યું હતું કે, "કામ પર વિતાવેલા મહત્વપૂર્ણ સમયને ધ્યાનમાં રાખીને, કામના તણાવ અને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય અને કર્મચારીઓની સુખાકારી વચ્ચેના સંબંધને સમજવું મહત્વપૂર્ણ છે.


અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે પુરૂષો નોકરીના તણાવ અથવા ઓછા પગારનો સામનો કરી રહ્યા છે તેઓને અન્ય પુરૂષોની તુલનામાં હૃદય રોગનું જોખમ 49 ટકા વધી જાય છે. હાલમાં નોકરીઓમાં અપેક્ષાઓ વધતી જાય છે અને પગાર ઓછા નહીં મોંઘવારીને કારણે ઓછા પડવા લાગ્યા છે કારણ કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે એ જોતાં સેલેરીમાં વધારો થઈ રહ્યો નથી . જેને પગલે નોકરિયાતોના આયોજનો ખોરવાઈ રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Oily Skin: શું તમારી સ્કીન પણ ઓઈલી છે? તો અઠવાડિયામાં એકવાર અપ્લાય કરો આ ફેસ માસ્ક


લેવિગ્ને-રોબિચૌડના જણાવ્યા મુજબ, 'નોકરી તણાવ' એ કામના વાતાવરણનો ઉલ્લેખ કરે છે જ્યાં કર્મચારીઓને તેમના કામ પર વધુ પડતી માંગ અને ઓછા નિયંત્રણ જેવી બાબતોનો સામનો કરવો પડે છે.


સંશોધકોએ 2000 થી 2018 દરમિયાન 45 વર્ષની સરેરાશ વય ધરાવતા લગભગ 6,500 કામદારોનો અભ્યાસ કર્યો, જેમને હૃદય રોગ ન હતો.


સંશોધકોએ પ્રશ્નાવલીના પરિણામો સાથે નોકરીના તણાવ અને પગારમાં અસંતુલન માપ્યું. આરોગ્ય ડેટાબેઝનો ઉપયોગ કરીને કાર્ડિયોવેસ્ક્યુલર રોગની માહિતી મેળવવામાં આવી હતી.


આ પણ વાંચો- Home Made Oil: માત્ર 3 વસ્તુથી ઘરે તૈયાર કરો મેજિકલ હેર ઓઈલ, વાળ થશે મજબૂત અને લાંબા


રોબીચૌડે જણાવ્યું હતું કે, "અમારા પરિણામો સૂચવે છે કે કામના વાતાવરણમાંથી તણાવ ઘટાડવાના હેતુથી કરવામાં આવેલ હસ્તક્ષેપ ખાસ કરીને પુરુષો માટે અસરકારક હોઈ શકે છે અને સ્ત્રીઓ માટે પણ હકારાત્મક હોઈ શકે છે, કારણ કે ડિપ્રેશન જેવા આ તણાવ અન્ય પ્રચલિત સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલા છે."


રોબીચૌડે જણાવ્યું હતું કે, "મહિલાઓમાં મનોસામાજિક જોબ સ્ટ્રેસ અને કોરોનરી હાર્ટ ડિસીઝ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવામાં અભ્યાસની અસમર્થતા મહિલાઓના કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થના જટિલ પરસ્પરની ક્રિયાની વધુ તપાસની જરૂરિયાતનો સંકેત આપે છે,"


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube