નવી દિલ્હી : દરેક વ્યક્તિ પોતાની ત્વચાને સ્વસ્થ, ચમકદાર અને ગ્લોઇંગ જોવા ઇચ્છે છે. જોકે દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગઅલગ હોય છે એટલે એના સંભાળના નિયમો પણ અલગઅલગ હોય છે. જે વ્યક્તિની ત્વચા ઓઇલી હોય છે તેઓ જો ફેસવોશનો 60 સેકન્ડનો નિયમ પાળે તો એનો મોટો ફાયદો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિયમ પ્રમાણે ચહેરાને 60 સેકન્ડ સુધી સાફ કરવો બહુ જરૂરી છે. આ ટેકનિકને લોસ એન્જલસની બ્યુટી એક્સપર્ટ રોબર્ટસ સ્મિથે સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. સામાન્ય રીતે ચહેરા પર ગંદકી, ધૂળ અને મેકઅપનો સ્તર જામેલો હોય છે. જો એને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ત્વચાને નુકસાન થાય છે. 


આ નિયમ પ્રમાણે ચહેરાને સાફ કરતી વખતે નાક અને હોઠના ખૂણા, હડપચીના નીચે તેમજ હેરલાઇનના વિસ્તારમાં પણ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. આ નિયમ પ્રમાણે ચહેરો સાફ કરવાથી સ્કિનનું ટેક્સચર સોફ્ટ થાય છે અને પિંપલ્સ પણ ઓછા થઈ જાય છે.