નવી દિલ્હીઃ Fennel Seeds For Weight Loss: હોટલમાં ભોજન કર્યા બાદ હંમેશા લોકો માઉથ ફ્રેશનર (Mouth Freshner) તરીકે વરિયાળી અને મિશ્રી ખાય છે. આ સિવાય વરિયાળી એક એવો મસાલો છે જે ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે. લગભગ ભારતના દરેક ઘરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે વરિયાળી માત્ર સ્વાદ નહીં પરંતુ સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. તેનાથી પણ ઓછા લોકો જાણે છે કે વરિયાળી ઝડપથી તમારૂ વજન ઘટાડી શકે છે. હકીકતમાં વરિયાળીમાં ઘમા ન્યૂટ્રિએન્ટ્સ (Nutrients)હોય છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો આ રીતે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવામાં આ રીતે ઉપયોગી છે વરિયાળી (This Is How Fennel Is Beneficial For Weight Loss)


- વરિયાળી ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તમને લાંબા સમય સુધી ભરપૂર રહેવામાં મદદ કરે છે અને તમારી તૃષ્ણાઓને સંતોષે છે. આવી સ્થિતિમાં, તમારી કેલરીની માત્રા ઓછી થાય છે અને તે ઝડપથી વજન વધારવામાં મદદ કરે છે.


- તમારા શરીરમાં સ્ટોર ફેટને ઘટાડવાની સાથે-સાથે વિટામિન અને મિનરલ્સને એબ્સોર્બ કરવામાં પણ વરિયાળી મદદ કરે છે. 


- વરિયાળીનું પાણી કે પછી ચા પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ મળે છે, જેનાથી ઝડપથી વજન ઘટે છે. 


- વરિયાળીના બિજ તમારા મેટાબોલિજ્મને કિક-સ્ટાર્ટ કરવાનું કામ કરે છે. એક હેલ્ધી મેટાબોલિજ્મ હેલ્ધી વેટ કરવાનું ઇમ્પોર્ટેન્ટ એસ્પેક્ટ છે. 


- વરિયાળીમાં ફોસ્ફોરસ, સેલેનિયમ, ઝિંક, મેંગનીઝ, કોલીન, બીટા-કેરોટીન, લ્યૂટિન, જેક્સેંથિન જેવા એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે તમારા શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવા માટે જાણીતા છે, જે ઓક્સીડેટિવ તણાવ પેદા કરવા માટે જાણીતા છે. શરીરમાં ઓક્સીડેટિવ તણાવથી મોટાપો અને ડાયાબિટીસ જેવી સમસ્યા ઘેરી શકે છે. 


આ પણ વાંચોઃ Vitamin B12 ના 5 જબરદસ્ત સોર્સ, દરરોજ ખાશો તો ભાગી જશે બીમારીઓ


ઘટાડવા માટે કરો વરિયાળીનો ઉપયોગ
વરિયાળીની ચાર અને વરિયાળીના બિજનું પાણી બે એવા હેલ્ધી ડ્રિંક છે જેની તમે વેટ લોસની જર્ની દરમિયાન ભરપૂર લાભ ઉઠાવી શકો છો. તો આવો જાણો ઘરે કઈ રીતે તૈયાર કરશો વરિયાળીનું પાણી અને તેની ચા.


વરિયાળીનું પાણી
બસ તમારે રાત્રે એક કે બે ચમચી વરિયાળી લેવાની અને તેને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાની. ત્યારબાદ સવારે તે પાણી પી જવાનું.


વરિયાળીની ચા
એક ચમચી વરિયાળી લો અને તેને ગરમ પાણીમાં નાખો. બસ તમારે તેને ઉકાળવાનું નથી. વધારે ઉકાળતાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તેને લગભગ 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દો અને પછી દિવસમાં બે-ત્રણ વખત તેને પીવો. 


(ડિસ્ક્લેમરઃ ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube