નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. એવામાં લોકોના મનમાં કોવિડ વેક્સીનને (COVID Vaccine) લઇને અનેક પ્રકારના સવાલો છે. કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાને જોતા રસીકરણ અભિયાનને (Corona Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. એવામાં લોકો જાણવા ઇચ્છે છે કે, કોવિડ વેક્સીનેશન બાદ સેક્સ (Sex After COVID Vaccine) કરવું સલામત છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ વેક્સીનેશન બાદ કેટલું સલામત છે સેક્સ?
સોશિયલ મીડિયા પર હાલમાં કોવિડ વેક્સીનને (COVID Vaccine) લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોને વેક્સીનના (Corona Vaccine) ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ અત્યારે પણ વેક્સીનેશન બાદ વર્તવામાં આવતી સાવધાનીને લઇને ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધીમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ વિશે કોઈ ફોર્મ્યુલા ગાઈડલાઇન જાહેર કરી નથી. જો કે, હેલ્થ એક્સપર્ટ્સની સલાહ છે કે, કોવિડ વેક્સીનના બીજા ડોઝ બાદ મહિલાઓ અને પુરૂષોને ગર્ભનિરોધકનો (Contraceptive) ઉપયોગ કરવો જોઇએ.


આ પણ વાંચો:- OMG! મુખમૈથુન દરમિયાન ઉત્તેજીત મહિલા ગળી ગઈ Condom, પછી થયું કંઇક આવું


થોડા સમય સુધી રાખવી સાવચેતી
Indian Express માં છપાયેલા એક સમાચાર અનુસાર, ગાઝિયાબાદ સ્થિત કોલંબિયા એશિયા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના ડો. દીપક વર્માએ કોવિડ વેક્સીન બાદ સેક્સ (Sex After COVID Vaccination) કરવાને લઇને કેટલીક સૂચનાઓ આપી છે. તેમના જણાવ્યા અનુસાર, SARS-CoV2 એક નોવેલ વાયરસ (Novel Virus) છે અને આ વેક્સીન તેને બેઅસર કરવા માટે બનાવવામાં આવી છે. હાલ તેની લાંબા ગાળાની અસરો વિશે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. તે પણ ખબર નથી કે રસીકરણ પછી સંભોગથી (Intercourse) કોઈ પુરુષ અથવા સ્ત્રીના સ્વાસ્થ્ય (Health) પર અસર પડે છે કે નહીં. તેથી, ડોક્ટરએ રસી લીધા પછી 2-3 અઠવાડિયા સુધી ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે.


આ પણ વાંચો:- દિવસમાં 11 વાર સંબંધ બનાવીને નાખુશ છે આ મહિલા, આ છે કારણ


ગર્ભ નિરોધકનો ઉપયોગ છે જરૂરી
ડો. દીપકે તેમના સૂચનોમાં કહ્યું છે કે, કોવિડ વેક્સીન (COVID Vaccination) લીધા બાદ 2-3 અઠવાડીયા સુધી કોન્ડોમ (Condom) જેવા ગર્ભ નિરોધકનો (Contraceptive) ઉપયોગ કરવું સારું છે. તેઓએ તેને સૌથી અસરકારક નિવારણ માન્યું છે. આ ઉપરાંત, તેમણે સલાહ પણ આપી છે કે રસીકરણ પહેલાં સ્ત્રીઓએ એકવાર સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube