Hair Care Tips: દરેક યુવતી ઈચ્છે છે કે તેના વાળ સુંદર કાળા અને લાંબા હોય. વ્યક્તિની શારીરિક સુંદરતાનો આધાર પણ વાળ ઉપર હોય છે. પછી તે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે વાળ મહત્વના હોય છે. સુંદર અને સ્વસ્થ વાળ વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધારે છે અને તેના વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો પોતાના વાળને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. તેના માટે સલૂનમાં જઈને મોંઘી ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે અને મોંઘા હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આજના સમયમાં આ પ્રકારની વસ્તુઓ કરવી પણ જરૂરી છે પરંતુ જો તમે વાળની પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરી શકતા નથી તો તમે કેટલીક નાની નાની ટીપ્સ ફોલો કરીને પણ પોતાના વાળને સુંદર બનાવી શકો છો. જ્યારે પણ તમે તમારા વાળને શેમ્પુ કરો ત્યારે કેટલીક ટિપ્સ ફોલો કરશો તો તમારા વાળ સુંદર અને શાઈની બની જશે. શેમ્પૂ કરતાં પહેલાં આ 3 કામ કરી લેવાથી તમને સ્પા કરાવ્યા જેવું રીઝલ્ટ મળી શકે છે.


શેમ્પુ કરતા પહેલા ફોલો કરો


આ પણ વાંચો:


"વાળ ખરે છે.." આ સમસ્યાને કોઈ ઉપાય વિના દુર કરવી હોય તો આ 4 વસ્તુ ખાવાની કરો શરુઆત


ઘરે માત્ર 20 રૂપિયામાં તૈયાર કરો મચ્છર ભગાડતું લિક્વિડ, 10 મિનિટમાં મચ્છરનો થશે ખાતમ


Toothbrush: ટુથબ્રશને બાથરુમમાં રાખવાથી શું થાય ખબર છે ? જાણી લેશો તો ચઢશે ચીતરી


1. શેમ્પુ કરો તે પહેલા વાળમાં કાંસકો ફેરવવો જોઈએ. જેથી વાળમાંથી ગાંઠ નીકળી જાય અને વાળ તૂટે નહીં. આમ કરી લેવાથી શેમ્પુ વાળ સુધી સારી રીતે પહોંચશે. શેમ્પૂ કર્યા પછી વાળ સારી રીતે સાફ પણ થશે.


2. શેમ્પુ કરતા પહેલા વાળમાં તેલ લગાડવું પણ જરૂરી છે. શેમ્પુ કરતા પહેલા વાળમાં તેલ લગાડવાથી શેમ્પુના હાનિકારક પ્રભાવથી વાળ બચી જાય છે. સાથે જ વાળને મોઈશ્ચર મળે છે. તેનાથી વાળ મુલાયમ અને સોફ્ટ રહે છે.


3. શેમ્પુ કર્યા પછી વાળ સુંદર અને શાઈની રહે તે માટે જરૂરી છે કે તમે શેમ્પૂ યોગ્ય પ્રમાણમાં લો. વધારે પ્રમાણમાં શેમ્પુ વાપરવાથી પણ વાળ નબળા પડી જાય છે અને ડ્રાય પણ થઈ જાય છે. જ્યારે પણ શેમ્પુનો ઉપયોગ કરો ત્યારે સ્કેલ્પ પર સર્ક્યુલર મોશનમાં હાથ ફેરવવો. સાથે જ શેમ્પુને પણ જરૂર હોય તેટલા પ્રમાણમાં જ ઉપયોગમાં લેવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)