Toothbrush Hygiene: ટુથબ્રશને બાથરુમમાં રાખવાથી શું થાય ખબર છે ? જાણી લેશો તો ચઢશે ચીતરી

Toothbrush Hygiene: સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે જો શક્ય હોય તો બાથરૂમમાં ટૂથબ્રશ ન રાખવું જોઈએ. કારણ કે બાથરુમમાં ટુથબ્રશ રાખવાથી બેક્ટેરિયાના કારણે તમારું બ્રશ ગંદુ થઈ શકે છે. આ સિવાય ઘરના બેથી વધુ લોકો બાથરૂમ શેર કરે છે તો ક્રોસ ઈન્ફેકશનની સંભાવના વધી જાય છે. 

Toothbrush Hygiene: ટુથબ્રશને બાથરુમમાં રાખવાથી શું થાય ખબર છે ? જાણી લેશો તો ચઢશે ચીતરી

Toothbrush Hygiene: સામાન્ય રીતે લોકો બાથરૂમમાં જ ટૂથબ્રશ હોલ્ડર પણ રાખતા હોય છે. જેમાં પરિવારના તમામ સભ્યોના ટૂથબ્રશ અને ટુથપેસ્ટ રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ રીતે ટૂથબ્રશને બાથરૂમમાં રાખવું સેફ છે કે નહીં ? તેનાથી સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થાય છે? આજે આ બાબતે તમને જાણકારી આપીએ. 

આ પણ વાંચો:

જો તમે ભારતના આ કાયદાને જાણશો તો ભૂલથી પણ કોઈપણ પ્રાણીને ઘરે નહીં લાવો, સીધી થશે જેલ
 
હવે તો બાથરુમમાં જ ટોયલેટ પણ હોય છે. તેવામાં જ્યારે ટોયલેટનો ઉપયોગ કર્યા પછી ફ્લશ કરવામાં આવે છે તો પણ મળના કેટલાક કણો રહી જતા હોય છે. તેનું કારણ એ છે કે જ્યારે ટોયલેટ સીટને બંધ કર્યા વિના ફ્લશ કરવામાં આવે છે ત્યારે પાણીના બહાર ઉડે છે. જેના કારણે સ્ટૂલના બેક્ટેરિયા હવામાં પણ ફેલાઈ શકે છે. આ બેક્ટેરિયા ઉડી અને તમારા ટૂથબ્રશ સહિત બાથરુમની ઘણી વસ્તુઓ પર જમા થઈ જાય છે. ત્યારબાદ જો ટુથબ્રશની સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવે તો આ બેક્ટેરિયા તમારા મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરી જાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે જો શક્ય હોય તો બાથરૂમમાં ટૂથબ્રશ ન રાખવું જોઈએ. કારણ કે બાથરુમમાં ટુથબ્રશ રાખવાથી બેક્ટેરિયાના કારણે તમારું બ્રશ ગંદુ થઈ શકે છે. આ સિવાય ઘરના બેથી વધુ લોકો બાથરૂમ શેર કરે છે તો ક્રોસ ઈન્ફેકશનની સંભાવના વધી જાય છે.  

દર થોડા દિવસે બ્રશ બદલો

ડેન્ટલ એક્સપર્ટ્સ અનુસાર જો બાથરુમમાં બ્રશ રાખો છો તો તેનો ઉપયોગ કરતાં પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોવું જોઈએ. આમ કરવાથી બ્રશ પર એકઠા થયેલા બેક્ટેરિયા દૂર થઈ જાય છે. આ સિવાય ટુથબ્રશના ઉપયોગ પછી તેને કવર કરવું પણ જરૂરી છે. સૌથી જરૂરી બાબત એ છે કે તમે દર થોડા દિવસે બ્રશ બદલો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news