Do not add salt in Butter Milk: ઉનાળો આવે એટલે મોટાભાગના લોકો ભોજન કર્યા બાદ તેને પચાવવા માટે છાશ કે લસ્સી પીતા હોય છે. અનેક ઘરોમાં લંચ અને ડિનર બાદ તે પીવાની વ્યવસ્થા હોય છે. તેનાથી પાચન તંત્રને ફાયદો થાય છે અને સાથે સાથે શરીર તંદુરસ્ત અને મૂડ પણ સારો થાય છે. છાશના મસાલાની સાથે સાથે મીઠું, ફૂદીનાની ચટણી અને સંચળ કે સાદુ મીઠું વગેરે પણ છાશમાં ભેળવવામાં આવતું હોય છે. પરંતુ કેટલાક ડાયેટિશિયન છાશમાં મીઠું ભેળવવાની ના પાડતા હોય છે. કારણ કે મીઠું ભેળવીને છાશ પીવાથી પેટને વધુ તકલીફ થઈ શકે છે અને સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે. આથી છાશમાં મીઠું ભેળવવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયેટિશિયન અને ન્યૂટ્રિશિયન એક્સપર્ટ કિરણ કૂકરેજા જણાવે છે કે છાશ કે મઠ્ઠામાં મીઠું ભેળવીને પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. હકીકતમાં મીઠાવાળી છાશથી પેટ પર  ખરાબ અસર થાય છે. તેમના જણાવ્યાં મુજબ દહીં સામાન્ય રીતે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. જે આપણા શરીર માટે ખુબ લાભકારક હોય છે. આ ગુણ દહીં ઉપરાંત તેમાંથી બનતી છાશ અને લસ્સીમાં પણ મળી આવે છે. જો કે જ્યારે છાશમાં મીઠું ભેળવવામાં આવે છે ત્યારે તે પ્રોબાયોટિક્સની સક્રિયતા અને તેનો પ્રભાવ ઓછો કરી દે છે. આથી મીઠું ભેળવેલી છાશનું સેવન કરવાથી શરીરને બહું ફાયદો થતો નથી. સાધારણ રીતે સફેદ મીઠું કે સમુદ્રી મીઠું ભેળવ્યા બાદ છાશમાં રહેલા બેક્ટરિયા ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને તેઓ મરી પણ જાય છે. આ કારણથી મીઠાવાળી  છાશ પીવાથી શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવું પણ મુશ્કેલ બને છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા થવા લાગે છે. 


સવારે ઉઠતાની સાથે જ થાય છે માથાનો દુખાવો? ચેતી જજો હોઈ શકે છે આ ગંભીર બીમારી


એક, બે કે ત્રણ.. એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ? અહીં જાણો સાચો જવાબ


ઢગલાબંધ પોષક તત્વોથી ભરપુર છે આ ફ્રૂટ! જાણો પુરુષો માટે કેમ વરદાનરૂપ છે આ ફળ


છાશ પીવાની યોગ્ય રીત કઈ છે?
છાશ પીવાની યોગ્ય રીતમાં સૌથી પહેલા એ જરૂરી હોય છે કે છાશ કેટલી ઠંડી હોવી જોઈએ. ઠંડી છાશ પીવાથી વધુ શીતળતા મહેસૂસ થાય છે અને તેને પીવામાં મજા આવતી નથી. સામાન્ય રીતે છાશને ઠંડી થવા દો, પરંતુ જો ગરમીઓમાં છાશ બહુ ઠંડી હોય તો તેને ધીરે ધીરે ઠંડી  કરો. આ ઉપરાંત છાશ સાથે કેટલાક ફૂડ જેમ કે કાચા શાકભાજી, સલાડ, ફળ ખાવા પણ સારું રહે છે. આ ફૂડ છાશ સાથે પાચન શક્તિને પણ વધારે છે અને શીર માટે ફાયદાકારક રહે છે. જ્યારે છાશને ધીરે ધીરે પીતા રહો, ઉતાવળમાં પીવી નહીં. આનાથી ખાવાનાના પાચનના સમયે અંતર ઓછું થાય છે અને તમારા શરીરને ફાયદો  થાય છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube