Dark Neck: ગરદન, કોણી અને ઘૂંટણની સ્કીન પર વધારે મેલ જામે તે સામાન્ય વાત છે. ગરદન અને કોણીની ત્વચા વધારે કાળી દેખાય તેનું કારણ ડેડ સ્કીન સેલ્સ પણ હોય છે. આ સિવાય તડકાના સંપર્કમાં આવવાના કારણે પણ આ ત્વચા કાળી પડી જાય છે. સામાન્ય રીતે ત્વચાની સંભાળતો રાખવામાં આવે છે પરંતુ આ અંગોની યોગ્ય સંભાળનો અભાવ હોય છે. પરંતુ કેટલાક સરળ ઘરેલુ નુસખા પણ છે જેની મદદથી તમે ત્વચા પર જામેલો મેલ સરળતાથી દૂર કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરદનનો મેલ દૂર કરવા અપનાવો આ ઘરેલું ઉપાયો 


આ પણ વાંચો: પોતુ કરવાના પાણીમાં ઉમેરી દો આ 3 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાંથી ભાગી જશે બધા વંદા


1. લીંબુ અને મધથી ગરદનનો મેલ ઝડપથી દૂર થાય છે. લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે અને મધમા રહેલુ એન્ટિઓક્સિડન્ટ ત્વચા ને સાફ અને ચમકદાર બનાવે છે. લીંબુનો રસ અને મધ બરાબર માત્રામાં મિક્સ કરી ગરદન પર લગાવવું. 30 મિનિટ પછી ત્વચા સાફ કરી લેવી. 


2. બેકિંગ સોડા પ્રાકૃતિક એક્સપોલિએટ છે. તે ડેડ સ્કીન સેલ્સને હટાવવામાં મદદ કરે છે. તેના માટે બેકિંગ સોડા અને પાણીને મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર લગાવો. પાંચથી દસ મિનિટ રાખી ધીરે ધીરે માલિશ કરો. 


આ પણ વાંચો:White Hair: સફેદ વાળને કાળા કરી દેશે ડુંગળીની છાલ, જાણી લો ઉપયોગ કરવાની સરળ રીત


3. દહીમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને મુલાયમ બનાવે છે અને ડેડ સ્કિન હટાવે છે. દહીંનો ઉપયોગ કરવાથી ત્વચાનું સંક્રમણ પણ દૂર થાય છે. ત્વચાનો મેલ દૂર કરવો હોય તો દહીંમાં હળદર ઉમેરી પેસ્ટ બનાવો અને તેને ગરદન પર લગાવો. 10 થી 15 મિનિટ પછી પેસ્ટને દૂર કરો. 


4. ટમેટામાં જે એસિડ હોય છે તે ત્વચાને સાફ કરે છે. ટમેટાની પેસ્ટ બનાવીને ગરદન અને કોણી પર ડાયરેક્ટ લગાવી શકાય છે. 30 મિનિટ સુધી પેસ્ટને લગાવી રાખો અને પછી ત્વચા ઠંડા પાણીથી સાફ કરી લો. 


આ પણ વાંચો:Cleaning Tips: સોફા પર પડેલા ડાઘ કાઢવાની સૌથી સરળ રીત, ટ્રાય કરો ત્રણમાંથી કોઈ એક


5. ત્વચાનો મેલ સાફ કરવા માટે બટેટાનો રસ સૌથી બેસ્ટ સાબિત થાય છે. બટેટા માં પ્રાકૃતિક બ્લીચિંગ ગુણ હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવે છે અને સાફ કરે છે. બટેટાની પેસ્ટ બનાવી તેનો રસ અલગ કરી તેને પ્રભાવિત જગ્યા પર લગાવો. 20 મિનિટ સુધી સુકાવા દો અને પછી ઠંડા પાણીથી સાફ કરો. 


ઉપર જણાવેલા ઉપાયોમાંથી કોઈપણ એક તમે થોડા દિવસ સુધી નિયમિત ટ્રાય કરશો એટલે અનુભવશો કે ડેડ સ્કિન દૂર થવા લાગી છે અને ત્વચાનો રંગ સાફ થવા લાગ્યો છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)