Skin Care Tips: ફેસવોશ કરવો એ દરેકની જરૂરિયાત છે. ખાસ કરીને વરસાદ અને ગરમીમાં આપણે ફેસવોશનો ઉપયોગ કરીએ છીએ. જે ચહેરાને સાફ કરવાની સાથે સાથે સ્કીન પર ગ્લો લાવે છે. પરંતુ ફેસવોશ કરવાની એક રીત છે. જેનાથી મોટાભાગની મહિલાઓ અજાણ છે. એ જ કારણે તેમની સ્કીનને ફેસવોશનો પૂરો લાભ મળતો નથી. અને તેનાથી અમુક મહિલાઓને સ્કીન સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ્ય રીતે ફેસવોશ કરવાની રીત-


1. મોટાભાગની મહિલાઓ કરે છે આ ભૂલ-
ફેસવોશ કરતાં સમયે મોટાભાગની મહિલાઓ હથેળી પર ફેસવોશ લઈને સીધા ચહેરા પર લગાવે છે અને તેને રગડવા લાગે છે. મોટાભાગની મહિલાઓ કાજલ, લિપસ્ટિક અને મેકઅપનો ઉપયોગ કરે છે. માટે ફેસવોશ કરતાં પહેલાં મેકઅપ રિમૂવરથી મેકઅપ દૂર કરવો જરૂરી છે. આવું ન કરવાથી મોટાભાગની મહિલાઓને સ્કીન એલર્જી, આંખોમાં બળતરા, ચહેરા પર ખંજવાળ, ખીલ વગેરેની સમસ્યા સર્જાય છે. 


2. ફેસવોશનો બીજો સ્ટેપ-
મેકઅપ રિમૂવરથી ચહેરો સાફ કર્યા પછી પણ તમારે સીધું ફેસવોશ ન લગાવવું જોઈએ. તે પહેલાં ચહેરાને સારા પાણીની સાફ કરી લેવો જોઈએ. તે બાદ હથેળીમાં ફેસવોશ લઈને બંને હાથથી રગડતા રગડતા ચહેરો સાફ કરવો અને સર્કુલર મોશનમાં ફેરવેને ચહેરાને ફેસવોશ કરવું. 


3. હાઈડ્રેશન ખૂબ જ જરૂરી-
ફેસવોશ કર્યા પછી ચહેરાને રૂમાલથી સાફ કરી લો અને તેમાં તરત ટોનર અને મોઈશ્ચુરાઈઝર લગાવી દો. આ સિવાય તમે અસેન્શિયલ ઓઈલ પણ લગાવી શકો છો. આવું કરવાથી સ્કીન પોર્સને ટાઈટ કરવામાં અને તેને પોષણ આપવામાં મદદરૂપ થાય છે. 


4. કરચલી વાળી સ્કીનથી બચવા-
તમારા ચહેરાની સ્કીન ટાઈટ રહે તે માટે જરૂરી છે કે તમે ફેસવોશ પછી ચહેરાને સાફ કરીને તરત ટોનર અને મોઈશ્ચુરાઈઝર લગાવી દો. જો તમે ફેસવોશ પછી ઘણીવાર સુધી ત્વચાને એમનામ રાખો છો તો સ્કીન પરના પોર્સ મોટા થઈ જાય છે અને ત્વાચા ઢીલી પડી જાય છે. આમ ફેસવોશ પછી તમારી સ્કીનને પોષણની જરૂર હોય છે. માટે ફેસવોશ કર્યા પછી તમારે સ્કીન પર જલદીથી ટોનર અને મોઈશ્ચુરાઈઝર લગાવવું જોઈએ.