Honey: મધ એક નેચરલ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ છે. જેનો ઉપયોગ વર્ષોથી ત્વચા સંબંધિત સમસ્યામાં પણ કરવામાં આવે છે. મધનો ઉપયોગ કરવાથી ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. આજે તમને મધનો ઉપયોગ એન્ટી એજિંગ એજન્ટ તરીકે કઈ રીતે કરવો તે જણાવીએ. મધમાં મોઈશ્ચરાઈઝર હોય છે. જે ત્વચાને પોષણ આપે છે અને સાથે જ ત્વચા પર દેખાતી કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા પર પણ કરચલીઓ દેખાવા લાગી છે તો મધનો ઉપયોગ આ રીતે આજથી જ શરૂ કરી દો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કીન કેરમાં મધનો ઉપયોગ 


આ પણ વાંચો:  ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય


- સ્કિનને ટાઇટ કરવા માટે મધનો ઉપયોગ કરવો હોય તો ચહેરો સારી રીતે સાફ કર્યા પછી મધને ચહેરા પર લગાડો. 30 મિનિટ સુધી મધને ચહેરા પર રહેવા દો અને પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. મધને લગાડતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરવો જરૂરી છે. 


આ પણ વાંચો: આંખની આસપાસ નાળિયેરનું તેલ લગાડવાથી થતા આ ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી


- મુલતાની માટીમાં મધ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરી પેસ્ટને સાફ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. 


આ પણ વાંચો: Lizards: રસોડાની દિવાલ પર છાંટી દો આ મિશ્રણ, એક પણ ગરોળી ઘરમાં પર ફરતી જોવા નહીં મળે


- તમે એન્ટી એજિંગ હની માસ્ક બનાવવા માંગો છો તો એક ચમચી મધમાં પાકા પપૈયાની પેસ્ટ અથવા તો દહીં મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર 30 મિનિટ માટે લગાવો અને પછી મસાજ કરીને હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)