નવી દિલ્લીઃ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં અત્યારે સૌથી મોટી સમસ્યા હોય છે ટેનિંગની. બળબળતા તડકામાં ના માત્ર શરીરમાં પાણીની કમી હોય છે પણ શરીરની ચામડી પણ બળી જાય છે. પરંતુ આપને જણાવી દઈએ કે રસોડામાંથી મીઠુ અને ફ્રિઝમાં પડેલુ લીંબુ આપના ટેનિંગ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજનો લેખ આ જ વિષય પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ અને મીઠાનો ઉપયોગ-
સૌપ્રથમ એક બાઉલમાં ઠંડુ દૂધ નાખો અને તેમાં એક ચમચી મીઠું ઉમેરો. હવે મીઠુ મિક્સ કરો અને તેને બળેલી ચામડી પર લગાવો. 5થી 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને પછી સારી રીતે સાફ કરો. આવુ કરવાથી ટેનિંગની સમસ્યા દૂર થઈ જશે. દૂધ અને મીઠાના ઉપયોગથી ખીલ પણ દૂર થાય છે અને ટેનિંગથી પણ છુટકારો મળે છે.


ખીલ દૂર કરવા માટે દૂધ અને મીઠું પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે. આવી સ્થિતિમાં એક વાટકી દૂધમાં કાળું તેલ અને સરસવાનું તેલ મીઠા સાથે મિક્સ કરો. પછી મિક્સ કરો અને બળેલી ચામડી પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને સામાન્ય પાણીથી ધોઈ લો. આમ કરવાથી ત્વચા નરમ દેખાશે.


મીઠુ અને મધના ઉપયોગથી પણ ટેનિંગ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં મધ અને મીઠુ સારી રીતે મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. હળવા હાથે માલિશ કરો. તે પછી ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ટેનિંગની સમસ્યા દૂર થશે અને ત્વચાની ભેજ પણ જળવાઈ રહેશે.


(નોધ: મીઠુ અને દૂધ ચામડી માટે ઉપયોગી છે પણ તેનો ઉપયોગ કરવાથી જો કોઈ તકલીફ થાય તો ચામડી પર ઉપયોગ ના કરશો.)