Skin Care Tips: દરેક યુવતી ઈચ્છે છે કે તેની ત્વચા પર હંમેશા ગ્લો જળવાઈ રહે. તેના માટે તે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ પણ કરે છે. પરંતુ ત્વચાની માવજત ફક્ત ઉપરથી કરવાથી ત્વચા પર ગ્લો કાયમી જળવાતો નથી. તેના માટે જરૂરી છે કે શરીરમાં કેટલાક વિટામિન્સની ખામી ક્યારેય ન સર્જાય. કેટલાક વિટામીન એવા છે જે શરીરમાં ઓછા થાય તો તેના કારણે ત્વચા કાળી પડી જાય છે કારણ કે ત્વચા પર કાળા ડાઘ બનવા લાગે છે. જો તમારા શરીરમાં આ વિટામિનની ખામી હોય તો તે વિટામિનની ખામી દૂર થાય તેવા પ્રયત્નો કરો. વિટામિન પુરતી માત્રામાં હશે તો ત્વચા પર કઈ પણ કર્યા વિના પણ લો દેખાશે. કારણકે સુંદર ત્વચામાં આ વિટામિનનો મહત્વનો ભાગ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Rain Insects: બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, કરો આ કામ


કયા વિટામિન ત્વચાને બનાવે છે સુંદર ?


શરીરમાં વિટામીન બી12 ની ખામી હોય તો ત્વચા પર કાળા ડાઘ પડવા લાગે છે અને ત્વચા કાળી દેખાય છે. વિટામીન બી12  શરીરમાં હિમોગ્લોબિનના ઉત્પાદનમાં અને શરીરના ટીસ્યુને ઉર્જા આપવામાં મહત્વનું યોગદાન ભજવે છે. જો વિટામીન બી12ની શરીરમાં ઉણપ હોય તો તેના કારણે હાઇપરપિગ્મેંટેશન થઈ શકે છે. શરીરમાં વિટામિન ડી પુરતા પ્રમાણમાં રહે તે માટે દૂધ, માછલી, ઈંડા ચીઝ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 


આ પણ વાંચો: Dry Hair: ડ્રાય વાળને પણ 2 વારમાં રેશમ જેવા મુલાયમ બનાવી દેશે આ 3 વસ્તુઓ


વિટામિન ડી 


શરીરમાં વિટામિન ડી ઓછું હોય તો પણ સ્કીન ડ્રાય અને કાળી દેખાવા લાગે છે. તેનાથી સ્કીનનો રંગ ફીકો પડી જાય છે. આ વિટામિન ઓછું હોય તો ડાર્ક સર્કલ પણ વધારે બને છે. વિટામિન ડી સ્કિનની કોશિકાઓને ડેમેજ થતા અટકાવે છે. તેથી જરૂરી છે કે શરીરમાં આ વિટામિનની ઉણપ ન હોય. શરીરને પૂરતા પ્રમાણમાં વિટામીન ડી મળે તે માટે ઈંડા, માછલી, અળસીના બી વગેરેનું સેવન કરી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)