Dry Hair: હદ કરતાં વધારે ડ્રાય વાળને પણ 2 વારમાં રેશમ જેવા મુલાયમ બનાવી દેશે આ 3 વસ્તુઓ, જાણી લો ફટાફટ

Home Remedies For Dry Hair: જે લોકો હદ કરતાં વધારે ડ્રાય વાળથી પરેશાન હોય તેવો 3 વસ્તુને વાળમાં અપ્લાય કરીને વાળને રેશમ જેવા મુલાયમ બનાવી શકે છે. વાત માનવામાં મુશ્કેલ લાગશે પરંતુ કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જે ઝાડું જેવા શુષ્ક વાળને પણ રેશમ જેવા મુલાયમ બનાવી શકે છે.

Dry Hair: હદ કરતાં વધારે ડ્રાય વાળને પણ 2 વારમાં રેશમ જેવા મુલાયમ બનાવી દેશે આ 3 વસ્તુઓ, જાણી લો ફટાફટ

Home Remedies For Dry Hair: ઘણી યુવતીઓ અતિશય શુષ્ક વાળથી પરેશાન હોય છે.. જો વાળ હદ કરતાં વધારે ડ્રાય હોય તો તેને મેનેજ કરવા પણ મુશ્કેલ થાય છે અને તે વધારે પ્રમાણમાં ખરે છે. વાળ ડ્રાય હોય તેનું કારણ હોય છે કે વાળમાં નેચરલ મોઇશ્ચર ઓછું હોય. વાળનું મોઇશ્ચર ઓછું થવાના પણ ઘણા કારણ હોય છે. જેમકે વાતાવરણ, પ્રદૂષણ કે પોષણનો અભાવ. કોઈપણ કારણસર વાળ જો વધારે ડ્રાય થઈ ગયા હોય તો સમયસર તેની કાળજી લેવાની શરૂઆત કરી દેવી જોઈએ. કારણકે હદ કરતાં વધારે ડ્રાય વાળ ઝડપથી ખરવા લાગે છે. વાળના મૂળ પણ નબળા પડી જાય છે.

જે લોકો હદ કરતાં વધારે ડ્રાય વાળથી પરેશાન હોય તેવો 3 વસ્તુને વાળમાં અપ્લાય કરીને વાળને રેશમ જેવા મુલાયમ બનાવી શકે છે. વાત માનવામાં મુશ્કેલ લાગશે પરંતુ કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જે ઝાડું જેવા શુષ્ક વાળને પણ રેશમ જેવા મુલાયમ બનાવી શકે છે. આજે તમને વાળને સોફ્ટ અને શાઈની બનાવતી આ 3 વસ્તુઓ વિશે જણાવીએ.

કોકોનટ ઓઇલ અને દહીં 

નાળિયેરનું તેલ વાળ માટે વરદાન છે. નાળિયેરનું તેલ વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે. નાળિયેરનું તેલ ઘણા લોકો વાળમાં લગાવતા હોય છે. પરંતુ વાળને જો સોફ્ટ બનાવવા હોય તો દહીં સાથે નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. દહીંમાં નાળિયેરનું તેલ ઉમેરીને તેને વાળમાં અને સ્કેલપમાં સારી રીતે લગાડો. 30 મિનિટ પછી વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લેવા. નિયમિત આ માસ્કનો ઉપયોગ કરશો એટલે તમે અનુભવશો કે તમારા વાળ ધીરે ધીરે સોફ્ટ થવા લાગ્યા છે અને ડ્રાયનેસ ઓછી થવા લાગી છે. 

એગ હેર માસ્ક

પ્રોટીન અને હેલ્થી ફેટથી ભરપૂર ઈંડા પણ વાળને ભરપૂર પોષણ આપે છે અને ડ્રાઈ વાળની સમસ્યા પણ દૂર કરે છે. આ હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં ઈંડાનો પીળો ભાગ લેવો. તેમાં 2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાડો. 30 થી 45 મિનિટ પછી હુંફાળા પાણીથી વાળને સાફ કરી લો. જો શક્ય હોય તો બીજા દિવસે શેમ્પુ કરો. તમારા વાળમાં એક જ વોશમાં શાઈન આવી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news