નવી દિલ્લીઃ દરેક કામની સાથો-સાથ ઉંઘ પણ એટલી જ મહત્ત્વની છે. જો માણસને યોગ્ય ઉંઘ ન મળે તો તે અનેક બીમારીઓનો ભોગ બની શકે છે. આ અમે નથી કહી રહ્યાં વિવિધ સરવે અને નિષ્ણાતોએ આ મત આપ્યો છે. વિશેષજ્ઞોના અનુસાર એક પુખ્ત વ્યક્તિએ ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની સળંગ નિંદર કરવી જોઈએ. જો તમનારી ઊંઘ છ કલાકથી ઓછી છે તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ કેટલી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, જેથી સાવધાન રહેવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે
ઊંઘ પુરી ન થાય તો તેની સૌથી પહેલી અસર તમારી રોગ પ્રતિકારક શક્તિ પર પડી શકે છે. પુરતો આરામ ન મળવાના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ પર અસર પડી શકે છે અને શરીરની બીમારીઓ સાથે લડવાની તાકાત ઓછી થઈ શકે છે.


2.કેન્સરનો ખતરો વધે
ઓછી ઊંઘના કારણે સ્તન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. જે લોકો નાઈટ શિફ્ટમાં કામ કરે છે તેમના પર ખતરો વધી જાય છે.


3. યાદશક્તિ પર પડે છે અસર
ઊંઘ પુરી ન થવાથી તમે વસ્તુઓને ભૂલવા લાગો છે. સાથે જ રીસર્ચના તારણો એવું પણ જણાવે છે કે, ઊંઘ પુરી ન થવાથી યાદશક્તિ પર અસર પડે છે.


4. ડાયાબિટીસનું જોખમ વધે છે
જે લોકોની ઊંઘ પુરી નથી થતી, તેમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. શોધકર્તાઓએ ઊંઘ અને ડાયાબિટીસ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કર્યો. જેના તારણથી ખબર પડી કે જો તમારા શરીરને મળે છે, તો તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.


5. ત્વચાને થાય છે નુકસાન
જો તમારી સારી ચમકતી ત્વચા જોઈએ છે તો સારી ઊંઘ લો. જે લોકો પુરતી નિંદર નથી લેતા તેમને ત્વચા પર કરચલી, ત્વચાનો અસમાન રંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


6. હ્રદયને પહોંચાડે છે નુકસાન
જો તમે રાતમાં પાંચ કલાકથી ઓછી સુઓ છે અને નવ કલાક કરતા વધારે સુઓ છો, તો તેની ખરાબ અસર તમારા હ્રદય પર પડે છે. 


7. વિચારવાની શક્તિ પર પડે છે અસર
જો તમારી ઊંઘ પુરી નહીં થઈ હોય તો તમને આખો દિવસ આળસ આવશે. સાથે જ તમારી વિચારવાની અને નિર્ણય લેવાની શક્તિ પર અસર પડે છે.


8. વજન વધી શકે છે
ઊંઘ પુરી ન થવાના કારણે તમારું વજન વધી શકે છે. એક અભ્યાસ પ્રમાણે 20 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયસ્કોના વજન અને ઊંઘ વચ્ચેના સંબંધોના તારણ કાઢવામાં આવ્યા. જેના પ્રમાણે જેઓ ઓછી ઊંઘ લે છે, તેમનું વજન વધવાની સંભાવના વધી શકે છે.


તો આ એ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. જે તમને ઓછી ઊંઘના કારણે થઈ શકે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો પુરતી ઊંઘ લેવી જરૂરી છે.


(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)