નવી દિલ્હીઃ ગરમીની સીઝન આવતા ઘરને ઠંડુ રાખવું એક પડકાર બની જાય છે. પરંતુ એસીથી ઘરને મિનિટોમાં કૂલ કરવાનો એક સારો વિકલ્પ છે પરંતુ તેનો ભાર ખિસ્સા પર પડે છે. તેવામાં ગરમીથી રાહત મેળવવા માટે નેચરલ રીતે અપનાવવી પણ એક વિકલ્પ હોઈ શકે છે. આ રીત ન તમારા ઘરને ઠંડુ રાખે છે પરંતુ પર્યાવરણ માટે પણ અનુકૂળ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડદા-બારીઓનો યોગ્ય ઉપયોગ
ઘરને ફ્રેશ રાખવા માટે હંમેશા બારીને સવારે અને સાંજે ખોલીને રાખો. પરંતુ ધ્યાન રહે કે તેમાં ઝાળી લાગેલી હોય. દિગસે જ્યારે વધુ તડકો હોય ત્યારે બારીના પડદા ઢાંકી દો. આ માટે સફેદ અથવા હળવા રંગના કોટનના પડદા લો જે ગરમીને પ્રતિબિંબિત કરે છે. આ સાથે બારીની બહારની તરફ વાંસની સાદડી લગાવો. તે સીધા તાપને રોકવામાં મદદ કરે છે અને એર સર્કુલેશન બનાવી રાખે છે.


વેન્ટિલેશનનું રાખો ધ્યાન
કિચન અને બાથરૂમમાં એગ્જોસ્ટ ફેન લગાવો. તે ગરમ હવાને બહાર કાઢવામાં મદદ કરે છે. ઘરને સંપૂર્ણ રીતે પેક ન કરો તેમાં હ્યુમિડિટીને કારણે ગભરામણ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Marriage Certificate:ફટાફટ બનાવી લો મેરેજ સર્ટિફિકેટ, આટલી જગ્યાએ પડે છે જરૂર


છોડ લગાવો
ઝાડ ન માત્ર છાંયો આપે છે પરંતુ વાતાવરણને પણ ઠંડુ રાખે છે. તેવામાં ઘરની આસપાસ બની શકે તો ઝાડ વાવો. સાથે ઘરની અંદર એલોવેરા, મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ જેવા છોડ રાખો. તે ઓક્સીજન છોડે છે અને વાતાવરણને ઠંડુ રાખવામાં મદદ કરે છે.


આ ટિપ્સ પણ છે ઉપયોગી
ગરમીના દિવસોમાં ઘરમાં માત્ર સીએફએલ કે એલઈડી બલ્બનો ઉપયોગ કરો. તે ઓછા ગરમ હોય છે. ઘરમાં હંમેશા કુકિંગ દરમિયાન સીલિંગ ફેન ચાલુ રાખો. આ સિવાય જો તમારૂ ઘર ટોપ ફ્લોર પર છે તો તેની છતને તમે સફેદ ચૂનાથી રંગી શકો છો. તેનાથી તે વધુ ગરમ થશે નહીં અને ઘર ઠંડુ રહેશે.