Food Storage Tips: રસોઈમાં રોજ અલગ અલગ વસ્તુઓની જરૂર પડે છે. તેથી રસોડામાં ખાવા-પીવાની વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. પરંતુ તેમાંથી કેટલીક વસ્તુઓને સ્ટોર કરીને રાખવી મુશ્કેલ છે. કારણ કે આ વસ્તુઓમાં જંતુ ઝડપથી થઈ શકે છે. થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તુરંત તેમાં કીડા પડી જાય છે. આવી જ એક વસ્તુ છે સોજી અથવા તો રવો. રવાનો ઉપયોગ અલગ અલગ વાનગી બનાવવામાં થાય છે તેથી તેને વધારે લઈ સ્ટોર કરવામાં આવે છે. પરંતુ તેમાં જંતુ પણ ઝડપથી પડી જાય છે. આ સમસ્યાને દુર કરતી કેટલીક ટીપ્સ આજે તમને જણાવીએ. આ ટીપ્સની મદદથી તમે રવાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  
 
1. જીવ-જંતુઓ તડકામાં વધતા નથી. કીડા-મકોડા પણ ગરમીથી દૂર ભાગે છે. તેથી રસોડાની વસ્તુઓમાં થતા જંતુઓથી છુટકારો મેળવવા માટે રવા સહિતની ખાદ્ય સામગ્રીને સમયાંતરે તડકામાં રાખવી જોઈએ. 
 
2. કડવા લીમડાના ઔષધીય ગુણ વિશે તો તમે પણ જાણતા હશો. પરંતુ તે જીવજંતુઓના પણ દુશ્મન છે. તેના માટે લીમડાના કેટલાક પાન હંમેશા રવો સ્ટોર કરો તે ડબ્બામાં રાખો. તેના કારણે રવો ખરાબ નહીં થાય.

3. કપૂરનો ઉપયોગ કરવાથી રવાના ડબ્બામાં જંતુ પડતા નથી.  કપૂરની ગંધ તીવ્ર હોય છે અને તેનાથી જંતુ દુર ભાગે છે. તેના માટે રવાને સારી રીતે ચાળી લો અને પછી તેને સ્ટોર કરતી વખતે તેમાં કપૂર રાખો.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)