Weight Loss: આજની વ્યસ્ત જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ રાખવું મુશ્કેલ થતું જાય છે. લોકો હેલ્થી રહેવા માટે ઘણા પ્રયત્નો કરે છે પરંતુ તેમ છતાં કેટલીક સમસ્યાઓ એવી હોય છે જે સમય જતા શરીરને ઘેરી વળે છે. આવી જ એક સમસ્યા છે વધતા વજનની. લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીમાંથી વજનને મેન્ટેન કરવા માટે સમય કાઢી શકતા નથી અને પરિણામે દિવસને દિવસે વજન વધતું જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવું હોય તો ડાયટિંગ કરવી પડે અને જીમમાં જવું પડે તેવું લોકો માને છે. પરંતુ વ્યસ્તતાના કારણે આ બંનેમાંથી કોઈ પણ કામ કરી શકતા નથી. પરંતુ જો તમારી પાસે રોજ જિમ જવાનો સમય ન હોય તો તમે કેટલાક શાકભાજીના સૂપ બનાવીને તેનું સેવન કરી શકો છો. આ સુપનું સેવન કરવાથી પણ વજન ઝડપથી ઘટશે. 


વજન ઘટાડશે આ શાકના સૂપ


આ પણ વાંચો:


સફેદ વાળને મૂળમાંથી કાળા કરી દેશે કેળા, જાણો વાળ કાળા કરવાના 3 અસરકારક ઘરેલુ ઉપાયો


Glowing Skin: ડાયટમાં સામેલ કરો આ 4 Drinks, હિરોઈન જેવી સ્કીન થઈ જશે 7 દિવસમાં


જીદ્દી બ્લેકહેડ્સ પણ એક રાતમાં થઈ જશે દુર, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય


દૂધીનું સૂપ


જો તમે દૂધીના સૂપનું સેવન કરો છો તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. દુધીમાં કેલેરીનું પ્રમાણ પણ ઓછું હોય છે જેથી તે વજન ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે.


ગાજરનું સૂપ


વજન ઘટાડવા માટે ગાજરનું સૂપ પણ મદદરૂપ થાય છે. ગાજરનું સૂપ એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે તેમાં કેલરી પણ ખૂબ જ ઓછી હોય છે જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.


બીટનું સૂપ


બીટ પણ એન્ટિઓક્સિડન્ટ અને મિનરલથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે. તેમાં ફાઇબર હોય છે જે પાચનને પણ સુધારે છે. બીટ શરીરને ડિટોક્ષ કરવામાં પણ મદદ કરે છે.


આ પણ વાંચો:


મજબૂત અને કાળા વાળ માટે અઠવાડિયામાં એકવાર લગાવો આ પેસ્ટ, 15 દિવસમાં જ દેખાશે રિઝલ્ટ


Skin Care: ફેસ વોશને બદલે વાપરો આ નેચરલ વસ્તુઓ, 5 મિનિટમાં ગોરી ગોરી દેખાશે ત્વચા


પાલકનું સૂપ


ફાઇબર, આયરન, ફોલેટ જેવા પોષક તત્વોથી ભરપૂર પાલક શરીરમાં રક્તની ઉણપને પણ દૂર કરે છે અને તેનું સેવન કરવાથી વજન પણ ઘટે છે. જો તમે એક બાઉલ પાલકનું સૂપ પીવો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે અને વજન ઝડપથી ઘટશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)