Anant-Radhika Wedding: અનંત-રાધિકાના લગ્નમાં પીરસવામાં આવશે ખાસ ચાટ, કીંમત જાણી લાગશે આંચકો
Anant Ambani-Radhika Wedding Menu: અનંત અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે અને આ લગ્નમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. ત્યારે લગ્નના દિવસે જે ચાટ પીરસવામાં આવનાર છે તેની કિંમત સાંભળીને તમને ઝટકો જરૂરથી લાગશે.
Anant Ambani-Radhika Wedding Menu: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ થવાના છે. 3 જુલાઈથી જ આ લગ્નની અલગ અલગ વિધિઓ શરૂ થઈ ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ મામેરુથી શરૂ થઈ હતી. ત્યાર પછી અલગ અલગ દિવસે અલગ અલગ ફંક્શન રાખવામાં આવ્યા હતા. જોકે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો દિવસ નજીક આવી ગયો છે. 12 જુલાઈ એ બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ દિવસે અલગ અલગ પ્રકારના પકવાન બનાવવામાં આવશે. અંબાણી પરિવારના લગ્નમાં ભોજનની સાથે જે ચાટ પીરસવામાં આવશે તે ચર્ચામાં આવી છે.
આ પણ વાંચો: રાત્રે સુતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધેલા ? જાણો બંનેના ફાયદા અને નુકસાન વિશે
અનંત અંબાણીના લગ્નના થોડા દિવસ પહેલા નીતા અંબાણી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે કાશી ચાટ ભંડારની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાટ ખાધી પણ હતી. તે સમયે કાશી ચાટ ભંડારને અનંત અંબાણીના લગ્નમાં પણ ચાટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એટલે કે અનંત અંબાણીના લગ્નમાં વારાણસીની પ્રખ્યાત ચાટ પીરસવામાં આવશે.
આ પણ વાંચો: Glowing skin: ચહેરા પર 10 મિનિટમાં દેખાશે નિખાર, ઘરે બનાવેલા આ 3 ફેસપેકનો કરો ઉપયોગ
અનંત અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે અને આ લગ્નમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. ત્યારે લગ્નના દિવસે જે ચાટ પીરસવામાં આવનાર છે તેની કિંમત સાંભળીને તમને ઝટકો જરૂરથી લાગશે. અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. અહીં વારાણસીના પ્રસિદ્ધ કાશી ચાટ ભંડારની વિવિધ ચાટ પીરસવામાં આવશે. શક્ય છે કે આ ચાટ મેનૂમાં ટીકી, ટમાટર ચાટ, પાલક ચાટ, ચના કચોરી અને કુલ્ફી પીરસવામાં આવશે.
આ પણ વાંચો: વાળને નેચરલી કાળા રાખવા નિયમિત ખાવા લાગો આ 1 વસ્તુ, વાળ ઝડપથી સફેદ નહીં થાય
અંબાણી પરિવાર માટે અલગ અલગ 10 પ્રકારની ચાટ બનાવવામાં આવશે. આ ચાટની કિંમત લગભગ 50 રૂપિયા આસપાસની જ છે.. દરેક પ્રકારની ચાટ ખાસ હાઈજીનનું ધ્યાન રાખી પીરસવામાં આવશે. મહત્વનું છે કે વારાણસીમાં કાશી ચાટ ભંડાર ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે અને અહીં આવતા પ્રવાસીઓને પણ તેમની ચાટ ખૂબ જ પસંદ છે. હવે આ ચાટ અંબાણી પરિવારના લગ્નમાં પીરસવામાં આવશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)