Sesame Seeds Red Chutney: સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની વાનગીઓ વાયરલ થતી રહે છે. હાલની વાત કરીએ તો તલની ચટણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તલની લાલ ચટણી હેલ્ધી ચટણી છે. તે સ્વાદિષ્ટ છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તલના કેલ્શિયમ, એન્ટી ઓક્સીડન્ટ અને આયરન જેવા પોષક તત્વ હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. આ તલની ચટણી શરીર માટે પણ ફાયદાકારક છે અને તે જીભને ચટાકેદાર સ્વાદ પણ આપે છે. તો ચાલો તમને પણ આ ચટણી કેવી રીતે બનાવી તે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે


તલની ચટણીની સામગ્રી 


સફેદ તલ 1 કપ
આખા લાલ મરચાં 3 થી 4
લસણ
આદુ
લીલા મરચાં
ખાંડ
2 બાફેલા ટમેટાની પ્યુરી
આમલીનું પાણી


આ પણ વાંચો: આ 3 ટીપ્સ અપનાવી બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ, રેસ્ટોરન્ટમાં મળે એવી જ ક્રિસ્પી બનશે


ચટણી બનાવવાની રીત 


ચટણી બનાવવા માટે એક પેનમાં તલ અને 1 સુકા મરચાંને શેકી લો. તલ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકો અને પછી ઠંડા કરી લો. ટમેટાને બાફી અને તેની છાલ કાઢી પેસ્ટ બનાવી લો. 


હવે એક મિક્સર જારમાં શેકેલા તલ અને મરચાં સાથે લસણ, આદુ, લીલું મરચું, ખાંડ, મીઠું અને આમલીનું પાણી ઉમેરી તેને પીસી પેસ્ટ બનાવી લો. તૈયાર કરેલી પેસ્ટમાં બાફેલા ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરો.


આ પણ વાંચો: આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે


હવે આ ચટણીમાં ઉપરથી વઘાર કરવો. વઘાર માટે તેલમાં રાઈ અને સુકા મરચાં ઉમેરી તેને ચટણીમાં ઉમેરો. તૈયાર કરેલી ચટણીને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.



(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)