ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેક વ્યક્તિના ઘરના રસોડામાં અનેક પ્રકારના કામ હોય છે. કેમ કે જમવાની દરેક વસ્તુ અલગ રીતે બને છે અને તેના માટે અનેક માથાકૂટનો સામનો કરવો પડે છે. રસોઈ તૈયાર થઈ ગયા પછી સફાઈ પણ ખાસ રીતે કરવામાં આવે છે. પછી તે વાસણ હોય કે ગેસની. તેના માટે બજારમાં અલગ-અલગ પ્રકારની વસ્તુઓ પણ મળે છે. જેનાથી રસોડું અને તેમાં ઉપયોગમાં આવતાં વાસણોની સફાઈ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ત્યારે બજારમાં આજકાલ એક સ્ટીલના ટુકડા જેવો દેખાતો સાબુ પણ જોવા મળી રહ્યો છે. અને લોકો તેને હોંશે હોંશે ખરીદી પણ રહ્યા છે. ત્યારે તમે પણ વિચારી રહ્યા હશો કે આખરે આ સાબુ કેવો છે અને તે કેવી રીતે કામ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હશે. આ ફોટોને જોઈને તમારા મનમાં અનેક પ્રકારના સવાલ થઈ રહ્યા હશે. તો અમે તમને જણાવીશું કે આખરે આ સાબુ કયા કામમાં આવે છે અને તેમાં એવી તે શું વિશેષતા છે કે જેના કારણે તેને લોકો વધારે પ્રમાણમાં ખરીદી રહ્યા છે.


ખાસ પ્રકારનો છે સાબુ:
આ ખાસ પ્રકારનો સાબુ હોય છે. જે જોવામાં તો એક સ્ટીલના ટુકડા જેવો દેખાય છે. તેને સ્ટેનલેસ સ્ટીલ સોપ જ કહેવામાં આવે છે. આ સાબુ સિલ્વર કલરનો હોય છે. અને સામાન્ય સાબુની જેવો જ શેપ હોય છે. ખાસ વાત એ છે કે જ્યારે આ સાબુથી હાથ ધોશો ત્યારે તેમાં કોઈ પણ જાતનું ફીણ થતું નથી. માત્ર તેને સામાન્ય સાબુની જેમ હાથ ઘસવાનો હોય છે. જ્યારે તેનાથી હાથ ધુઓ ત્યારે તમને લાગશે કે તમે કોઈ મેટલના સામાનની સાથે હાથ ઘસી રહ્યા છો.


શું કામ આવે છે આ સાબુ:
આ સાબુનો ઉપયોગ સામાન્ય સાબુથી અલગ હોય છે. સામાન્ય સાબુનો ઉપયોગ આપણે ગંદકી સાફ કરવા માટે કરીએ છીએ. તેનાથી હાથ ધોઈએ ત્યારે ફીણ પણ નીકળે છે. પરંતુ આ સાબુમાં આવું થતું નથી. આ સાબુ ગંદકી સાફ કરવા માટે નહીં પરંતુ દુર્ગંધ દૂર કરવાનું કામ કરે છે. જો તમે તેને સુંઘશો ત્યારે તેમાં કોઈ સુગંધ આવતી નથી. છતાં પણ તે હાથમાંથી ગંધને દૂર કરી દે છે. જેમ કે તમે રસોડામાં કામ કરો છો તે સમયે લસણ કે ડુંગળી કાપીએ ત્યારે હાથમાં ગંધ રહી જાય છે અને તે આ સાબુથી સારી રીતે જતી રહે છે.


કેવી રીતે કરશો ઉપયોગ:
આ સાબુનો ઉપયોગ કરવાની કોઈ ખાસ રીત નથી. આ સાબુને પણ સામાન્ય સાબુની જેમ ધસવાનો હોય છે. તેમાંથી ફીણ નીકળતું નથી. પરંતુ પાણી રેડીને તેને હાથમાં ધસશો એટલે તમારા હાથની ગંધ જતી રહેશે. તેનાથી સલ્ફર મોલિક્યૂલ આ સાબુ સાથે ચોંટી જાય છે અને  આ સાબુને પણ સારી રીતે સાફ કરવો પડશે.


કેટલાં રૂપિયાનો આવે છે આ સાબુ:
જો તમે પૈસાની વાત કરો તો તે અલગ-અલગ ક્વોલિટી પર તેનો ભાવ નક્કી કરે છે. ઈ-કોમર્સ વેબસાઈટ પ્રમાણે આ સાબુ 250થી 500 રૂપિયાની વચ્ચે મળે છે. તમે પણ ઓનલાઈન ઓર્ડરથી તેને ખરીદી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube