Weight Loss: ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. મોટાભાગના લોકો મસાલેદાર ખાવાનું જ પસંદ કરે છે. ભોજનને મસાલેદાર બનાવવાનું કામ ખડા મસાલા કરે છે. આપણે ત્યાં વિવિધ પ્રકારના ખડા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ભોજનનો સ્વાદ અને સુગંધ વધી જાય છે. ખડા મસાલામાં એલચી, તજ, લવિંગ, તમાલપત્ર, કાળા મરી, બાદિયાન, જાવંતરી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ મસાલા સ્વાદ વધારવાની સાથે ઘણી બધી બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યા પણ દૂર કરી શકે છે. આજે તમને આવા જ એક મસાલા વિશે જણાવીએ જે તમારું વજન ઘટાડવામાં તમને મદદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દાળ-શાકમાં જીરાને બદલે આ વસ્તુનો કરો વઘાર, સ્વાદ વધી જશે દસ ગણો, આંગળા ચાટી જશે લોકો


ગરમ મસાલામાં જે બાદિયાનનો ઉપયોગ થાય છે તેને ચક્રીફુલ પણ કહેવાય છે. તે દેખાવમાં સ્ટાર જેવું હોય છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કારગર સાબિત થાય છે. બાદિયાન ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં એવા ગુણ હોય છે જે શરીરની ચરબીને ઉતારવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ બાદિયાનથી થતાં ફાયદા વિશે. પણ તે પહેલા જાણી લો તેનો ઉપયોગ કરવો કેવી રીતે. 


બાદિયાનનો ઉપયોગ કરવાની રીત


વજન ઘટાડવું હોય તો એક ગ્લાસ પાણીમાં બે બાદિયાન રાત્રે પલાળી દેવા. સવારે આ પાણીમાંથી બાદિયાન કાઢી અને પાણી પી લેવું. થોડા દિવસ સુધી નિયમિત રીતે આ રીતે પાણી પીશો તો તમે અનુભવશો કે તમારા શરીરની ચરબી ઓગળવા લાગી છે.


આ પણ વાંચો: Health Tips: શિયાળામાં આ 5 વસ્તુ ખાવા પર કંટ્રોલ નહીં રાખો તો કમર 28 માંથી થઈ જશે 38


બાદિયાને ખાવાથી થતા અન્ય ફાયદા


- બાદિયાનમાં વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે તેનાથી શરીરને રોગ સામે લડવાની ક્ષમતા મળે છે. 


- બાદિયાનમાં એવા તત્વ હોય છે જે શરીરમાં જામેલી ગંદકી અને બેડ કોલેસ્ટ્રોલને બહાર કરવાનું કામ કરે છે. તેનાથી બોડી ડીટોક્ષ થાય છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. 


આ પણ વાંચો: Ahmedabad Ni Gufa: એક દિવસની પિકનિક માટે બેસ્ટ ઓપ્શન છે અમદાવાદની ગુફા


- બાદિયાનમાં ઘણા એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરીરના સોજાની સમસ્યાને દૂર કરે છે. તેનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે.


- બાદિયાન ખાવાથી પેટના ગેસની સમસ્યા પણ દૂર થાય છે. આ સિવાય કે એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યાને પણ મટાડે છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. 


આ બધા જ ફાયદા માટે તમે તમારા રોજના ભોજનમાં એક ચપટી બાદિયાનનો પાવડર ઉમેરી શકો છો. આ પાવડરને તમે મસાલા પાપડ સલાડ વગેરે સાથે પણ લઈ શકો છો.


આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આમાંથી કોઈ એક વસ્તુઓ, સવાર સુધી ખીલી જશે ચહેરો


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)