Hair Care Tips: વરસાદી વાતાવરણમાં વાળ ચીકણા અને તૈલી થઈ જાય છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા પણ વધી જાય છે. ડેન્ડ્રફ એવી સમસ્યાઓમાંથી એક છે જેના કારણે વાળ નબળા પડી તુટવા લાગો છે. જો વાળમાં ડેન્ડ્રફ હોય અને તેનો ઉપાય કરવામાં ન આવે તો વાળમાં ડેન્ડ્રફ વધી જાય તો તે સ્કેલ્પ પણ ડેમેજ કરી શકે છે. તેથી શરુઆતમાં જ ઘરગથ્થુ ઉપાય કરી ડેન્ડ્રફથી મુક્તિ મેળવી લેવી જોઈએ. આજે તમને ડેન્ડ્રફથી ઝડપથી મુક્તિ અપાવે તેવા ઘરેલું ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી ગણતરીના દિવસોમાં તમારી સમસ્યા દુર થઈ જશે. તો ચાલો ફટાફટ જાણી લો ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટેના ઘરેલૂ ઉપાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેન્ડ્રફ માટેના ઘરગથ્થુ ઉપચાર


આ પણ વાંચો:


Skin Care: જો તમારી ત્વચા પણ છે સેંસિટિવ તો આ 3 ઘરગથ્થુ ફેસપેક છે તમારા કામના


આ ટ્રીક છે જોરદાર, ટ્રાય કરીને 1 કિલો ડુંગળી સમારી નાખો તો પણ આંખમાં નહીં આવે આંસુ


ચહેરાની ડલનેસ દુર કરી સુંદરતા વધારશે આ ઉપાય, રસોડામાં રહેલી સાવ સસ્તી વસ્તુ કરશે કામ


વિનેગર
વિનેગર અને પાણી સમાન માત્રામાં લેવા. ત્યારબાદ વાળને શેમ્પૂથી ધોવા અને પછી આ મિશ્રણ વાળમાં લગાવો તેને થોડીવાર રહેવા દો. પછી વાળને સાદા પાણીથી ધોઈ લો.
 
લીંબુનો રસ
તેના માટે તાજા લીંબુનો રસ કાઢી તેને માથામાં સારી રીતે લગાવો. ત્યારપછી લગભગ 5-10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. તેનાથી સ્કેલ્પનું પીએચ લેવલ જળવાશે અને ડેન્ડ્રફ દુર થશે.   


ટી ટ્રી ઓઈલ
તેના માટે નારિયેળ તેલમાં ટી ટ્રી ઓઈલના થોડા ટીપાં મિક્સ કરો. આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો અને સારી રીતે મસાજ કરો. ટી ટ્રી ઓઈલમાં એન્ટીફંગલ ગુણ હોય છે જે વાળમાંથી ડેન્ડ્રફને દૂર કરે છે.


એલોવેરા
તાજું એલોવેરા જેલ લેવું અને તેને વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ તેને લગભગ 30 મિનિટ માટે રહેવા દો. એલોવેરા નિયમિત રીતે શેમ્પૂ કરતાં પહેલા લગાડવાથી સ્કીનની ડ્રાયનેસ દુર થાય છે અને ડેન્ડ્રફ પણ દુર કરવામાં મદદ મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)