ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને ઉનાળામાં કપડાંની ખરીદી કરતી વખતે, સૌથી પહેલી વાત જે આપણા મગજમાં આવે છે તે છે કે શું હું તેને પહેરીને ઘરની બહાર જઈ શકું? આપણો પહેલો વિચાર એ હોય છે કેઆપણે શું પહેરવું જોઈએ,જે દેખાવમાં સ્ટાઈલિશ હોય અને આરામદાયક પણ હોય. જો તમે આવુ વિચારો છો અમારી પાસે તમારા માટે કંઈક ખાસ છે, જેનાથી તમે ના માત્ર હળવાશ અનુભવો, પણ તમને સ્ટાઈલિશ લુક પણ મળે. તો ચાલો જોઈએ સમર 2021નો ​​ખાસ લુક. ઉનાળામાં કોઈને પણ હળવા અને ઢીલા કપડાં પહેરવા ગમે છે. આ પાંચ લુક્સ તમે ઉનાળાના ​​ટ્રેન્ડિંગ લુક્સ બનાવી શકો છો. 
  
Printed Skirt With White Top:  
ઉનાળાની ફેશન સિક્રેટ સાદગીથી ભરપૂર સ્ટાઈલિશ લુક રાખવામાં છે. પ્રિન્ટેડ સ્કર્ટ્સની સાથે સફેદ ટોપ હંમેશાનું બેસ્ટ કોમ્બિનેશન છે. ફૂટવેરમાં આની સાથે ફ્લેટ સેન્ડલ પહેરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Flowerd Shirts With Yellow Pant:  
પીળા હોટ પેન્ટની સાથે ફ્લાવર પ્રિંટની આ શર્ટ પણ લૂકને ક્લાસિક ટચ આપશે. આની સાથે આપ ફ્લેટ સેન્ડલ્સ કે પછી હાઈ એન્કલ શૂઝ પણ પહેરી શકો છો. 

Printed Top With Plain Tapered/ Carrot Jeans: 
પ્રિન્ટેડ ટોપ અને પ્લેન કેરટ જિન્સની સાથે બુટ્સ હંમેશા ગ્લેમરસ લુપ આપશે. આજકાલ બૂટકટ જિન્સ, ફ્લેર જિન્સ ટ્રેન્ડ થઈ રહ્યાં છે. આપ લાર્જ સાઈઝ શર્ટની સાથે પણ પહેરી શકો છો. 



Tiger Print Skirt With Bright Colour Crop Top: 
ટાઈગર પ્રિન્ટ સ્કર્ટ અને બ્રાઈટ કલર ક્રોપ ટોપની સાથે બ્લેક હિલ્સ પણ આપને એક સારો લૂક આપશે. આપને પાર્ટી લૂક પણ આપશે. ટાઈગર પ્રિન્ટ સ્કર્ટની સાથે આપ શિમર વાળા બેબી સ્ટ્રીપ ટોપ પણ પહેરી શકો છો. 



Short Jumpsuits: 
ક્રોપ સ્ટાઈલ શોર્ટ જંપસૂટની સાથે સ્નીકર્સ પણ હાલ ડ્રેન્ડ થઈ રહ્યા છે. ફૂટવેરમાં આપ  ફ્લેટ સેન્ડલ્સની સાથે સાથે સ્નીકર્સને વિકલ્પમાં રાખી શકો છો. બેબી સ્ટ્રીપ જંપસૂટ પણ ગરમીમાં સારો વિકલ્પ છે.