Hatgad Tourist Spot: આપણે ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોઈએ છીએ. શિયાળા, ઉનાળા અને ચોમાસા...આ ત્રણેય ઋતુમાં આપણે ફરવા માટે અલગ અલગ જગ્યાઓ શોધતા હોઈએ છીએ. હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવામાં હીલ સ્ટેશનો પર ફરવા જવાનું ખુબ ગમતું હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પણ ઘણા સારા સારા હીલ સ્ટેશનો છે તથા ગુજરાતની આસપાસના રાજ્યોમાં પણ હવા ખાવાના સ્થળો છે. હાલમાં ઉનાળામાં ગુજરાતીઓ હિલ સ્ટેશનો પર ફરવા માટે જતા હોય છે. 


ગુજરાતીઓને આજકાલ ખુબ ગમી રહ્યું છે


આવું જ એક હવા  ખાવાનું સ્થળ છે જે આપણા ગુજરાતીઓને આજકાલ ખુબ ગમી રહ્યું છે. તમને એમ લાગતું હશે કે અહીં અમે સાપુતારા, ડોન હિલ સ્ટેશન કે વિલ્સન હીલ્સની વાત કરતા હોઈશું. પરંતુ ના...અમે એક અલગ જ સ્થળની વાત કરવાના છીએ જે આમ તો આપણા પાડોશી રાજ્યમાં છે પરંતુ સાપુતારાથી ખુબ જ નજીક છે. ગુજરાતીઓને કેમ ગમે છે તે પણ જાણવા જેવું છે. 


અદભૂત સ્થળ છે ફરવાનું...


આમ તો ગુજરાતમાં જો હવા ખાવાનું એકમાત્ર સ્થળ ગણાતું હોય તો તે છે સાપુતારા...પરંતુ હવે તો ડોન, વિલ્સન હીલ્સ જેવા સ્થળો પણ હિલ સ્ટેશન તરીકે સારા એવા પ્રખ્યાત થયા છે. પરંતુ એક જગ્યા એવી છે કે જે સાપુતારાથી માત્ર 4 કિમી જેટલી દૂર છે પરંતુ આમ તે છે મહારાષ્ટ્રમાં. આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે.


વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે.


સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર


તમને એમ થતું હશે કે આવું તે શું છે તે જગ્યામાં? સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર અને રમણીય છતાં તેને પડતું મૂકીને ગુજરાતીઓ કેમ આ જગ્યાએ જવા માટે ફાંફાં મારે છે. ખાસ જાણો તેનું કારણ... ગુજરાતમાં આમ તો ફરવા માટે ઘણા સ્થળો છે જ્યાં જઈને તમે કુદરતના સાનિધ્યમાં શાંતિનો અનુભવ કરી શકો છો. કેટલાક શોખિનો અહીં એટલા માટે પહોંચે છે કે અહીં છૂટછાટ મળે છે. 


સાપુતારામાં શું-શું જોવા લાયક છે?
પહેલાં આપણે વાત કરીએ સાપુતારાની...તો આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલું એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવું જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનું આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતું છે.


એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. પણ આ જે નજીકમાં ગુજરાતીઓ માટે નવું પ્રવાસન સ્થળ ઉભરી રહ્યું છે તે સાપુતારા માટે ચિંતાજનક કહી શકાય. 


નવી જગ્યા...જ્યાં દારૂની છૂટ છે
અહીં જે જગ્યાની વાત કરીએ છીએ તે જગ્યા આમ તો આપણા સાપુતારાથી ખુબ જ નજીક, 4 કિમી જેટલા અંતરે આવેલી છે પરંતુ તે ગુજરાતમાં નહીં મહારાષ્ટ્રમાં છે. ગુજરાતીઓની નવી પસંદગી બનેલી આ જગ્યાનું નામ છે હતગડ. સુવિધાઓ જો કે તમને કઈ બહુ જોવા મળે નહીં છતાં ત્યાં રીતસરની ગુજરાતીઓની ફરવા માટેની તો ખરી પરંતુ સાથે સાથે ત્યાં રોકાણ કરવા માટેની પણ હોડ જામી છે.


1 હજાર કરોડનું ગુજરાતીઓનું રોકાણ


એક રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં હતગડમાં ગુજરાતી રોકાણકારોએ 1 હજાર કરોડથી વધુની જમીન અને બિલ્ડિંગોમાં રોકાણ કરેલું છે. વાત જાણે એમ છે કે અહીં દારૂની છૂટ છે જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. જ્યારે સાપુતારામાં દારૂબંધી છે. 


હતગડનો દારૂ છૂટને કારણે જે વિકાસ વધી રહ્યો છે
હતગડમાં હવે તો આલીશાન હોટલો, રિસોર્ટ બની રહ્યા છે. રેડીશન બ્લ્યુ ફાઈવ સ્ટાર હોટલ, મહિન્દ્રા ક્લબ, સ્ટ્રોબેરી હિલ રિસોર્ટ, સહિતની કરોડોના ખર્ચે બની રહેલા રિસોર્ટ અને હોટલ એ વાતની સાક્ષી પૂરે છે કે હતગડ લોકોને ખુબ આકર્ષી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ જે રોકાણ જોવા મળી રહ્યું છે તેમાં પણ મોટાભાગે ગુજરાતીઓનો ફાળો છે.


જો કે હતગડનો દારૂ છૂટને કારણે જે વિકાસ વધી રહ્યો છે તે સાપુતારા માટે જાણે ચિંતાનો વિષય બની રહ્યો છે. સાપુતારાના હોટલ માલિકોનું તો એવું પણ માનવું છે કે સરકારી નિયમોને આધીન સાપુતારામાં પણ હવે છૂટ મળવી જોઈએ. 


પોળોના જંગલો


પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે છે. આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.


પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે.   


ઝરવાણી ધોધ (નર્મદા)
નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે.


ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે. 


તારંગા (મહેસાણા)


મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંની મુલાકાત લેનારને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.


સ્ટેચ્યૂ ઓફ યૂનિટી (નર્મદા)


ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે.


આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો, લાઈટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, એક્તા નર્સરી, જંગલ સફારી, એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube