નવી દિલ્હીઃ સપનું દરેકને આવે છે. અમુક સપના ખરાબ હોય છે તો અમુક સારા હોય છે. જો કે, દરેક સપનાનો કોઈને કોઈ મતલબ હોય છે. જેના વિશે સ્વપ્ન શાસ્ત્રમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. અમુક સપનાઓ શુભ સંકેત આપે છે તો અમુક અશુભતા સૂચવે છે. સપનામાં અનેકવાર લોકો બિલાડીને જુએ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું વિભિન્ન રંગોની બિલાડી દેખાવાનો શું મતલબ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા રંગની બિલાડીઃ
કોઈ માણસને જો સપનામાં કાળી બિલાડી દેખાઈ તો તે લોકોએ શિવલિંગ પર જળથી અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ ऊं नम: शिवाय મંત્રનો પણ જાપ કરવો જોઈએ. તેવું કરવાથી શુભ પરિણામ મળે છે.


શુભ સંકેતઃ
આમ તો રસ્તા પરથી પસાર થતાં સમયે કાળી બિલાડી દેખાઈ તો લોકો ડરે છે. કેમ કે, તેને અશુભ સંકેત માનવામાં આવે છે. પરંતુ સ્પપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં કાળી બિલાડી દેખાઈ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી આવનારા સમયમાં ધન પ્રાપ્ત થાય છે. 


 




ખરાબ સંકેતઃ
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં કાળી બિલાડી જો હુમલો કરતી દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે. આવું સપનું જોવાથી તમારા જીવનમાં કોઈ દુર્ઘટના સર્જાય શકે છે. આ સાથે તમારા જીવનમાં પણ ખરાબ અસર પડે છે અને ધન હાનિ થવાની પણ આશંકા છે. 


સફેદ રંગની બિલાડીઃ
સપનામાં જો સફેદ રંગની બિલાડી જોવા મળે તો સતર્ક રહેવાની જરૂર છે. તેનાથી આવનારા સમય કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. આનાથી તમને ધન નુકસાન પણ થઈ શકે છે. જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.


(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા એની પુષ્ટી કરતું નથી.)