નવી દિલ્લીઃ સામાન્ય રીતે આપણે ખુબ જ દુખી હોઈએ કે પછી વધારે ખુશ થઈએ ત્યારે આંખમાંથી આંસુ નીકળે છે. જ્યારે ખુશ થઈ ત્યારે જે આંસુ આવે છે તેને ખુશીના આંસુ પણ કહેવામાં આવે છે. પરંતુ તમે કદાચ આંસુ પાછળનું વિજ્ઞાન નહિ જાણતા હોવ. તો ચાલો જાણીએ આંસુ પાછળનું વિજ્ઞાન, આવું કેમ અને કેવી રીતે થાય છે? તમે જોયું જ હશે કે જ્યારે પણ આપણે ખૂબ ખુશ હોઈએ છીએ ત્યારે ઘણી વાર હસતી વખતે આપણી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. સામાન્ય ભાષામાં તેને ખુશીના આંસુ પણ કહેવામાં આવે છે. તમે કદાચ આંસુ પાછળનું વિજ્ઞાન નહિ જાણતા હોવ. ખુશીના આંસુ આવવા પાછળ પણ કેટલાક કારણો હોય છે. જેથી તમે ખુશ હો છતા તમારી આંખમાં આંસુ હોય છે. આંસુ આવવા પાછળના 2 કારણો-
એક રિપોર્ટ મુજબ હસતી વખતે આંસુ આવવા પાછલ 2 કારણો જવાબદાર હોય  છે. આમાં પહેલું કારણ છે કે જ્યારે આપણે ખુલીને હસીએ છીએ ત્યારે આપણા ચહેરાના કોષો અનિયંત્રિત રીતે કામ કરવા લાગે છે. જ્યારે પણ આવી સ્થિતિ સર્જાય ત્યારે મન પર અંકુશ  આપણી લૅક્રિમલ ગ્રંથિઓમાંથી દૂર થઈ જાય છે. જેથી તમે ખુશ હોવા છતા તમારી આંખમાં આંસુ આવી જાય છે. લાગણી છલકાય તો આવી જાય છે આંસુ-
ખુશીના આંસુ પાછલનું બીજું કારણ એવું માનવામાં આવે છે કે વધારે હસવાની સ્થિતિમાં વ્યક્તિ ભાવુક થઈ જાય છે. ત્યારે વધુ પડતા લાગણીશીલ થવાથી ચહેરાના કોષો પર વધારાનું દબાણ પડે છે. જેથી તમારી આંખમાંથી આંસુ નીકળી જાય છે. આમ કરવાથી આપણું શરીર આંસુ દ્વારા આપણા તણાવને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. સ્ત્રીઓમાં જોવા  મળે છે વધુ અસર-
ખુશીના આંસુ આવવાની સમગ્ર પ્રક્રિયા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. ઘણા લોકો ઓછું રડે છે, જ્યારે ઘણા લોકો ખૂબ જ ઝડપથી લાગણીશીલ થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને સ્ત્રી કે પુરુષ હોવાનો આ સમગ્ર પ્રક્રિયામાં ફરક પડે છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ લાગણીશીલ હોય છે. જેથી મહિલાઓ જ્યારે વધુ હશે છે તો ઝડપથી તેમની આંખમાં આંસુ આવી જતા  હોય છે. હોર્મોન્સની આંસુ માટે હોય છે મહત્વપૂર્ણ ભૂમિકા-
બાલ્ટીમોરની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના મનોવૈજ્ઞાનિક રોબર્ટ પ્રોવિનના જણાવ્યા મુજબ વધુ કે ઓછા ભાવુક થવામાં હોર્મોન્સ મુખ્ય ભૂમિકા ભજવે છે. રોબર્ટ પ્રોવિનના કહેવા પ્રમાણે જ્યારે આપણે રડીએ છીએ ત્યારે હસવામાં સક્રિય રહેતો મગજનો એ ભાગ પણ સક્રિય થઈ જાય છે. સાથે જ સતત હસવા કે રડવાના કિસ્સામાં મગજના કોષો પર વધુ તાણ આવે છે. આવી સ્થિતિમાં શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન નામના હોર્મોન્સ નીકળે છે. હસતી કે રડતી વખતે શરીરમાં જોવા મળતી અસરો માટે હોર્મોન્સ જવાબદાર હોય છે. કઈ આંખમાંથી પહેલાં આંસુ નીકળે છે-
મહત્વનું છે આપણે રડીએ કે હસતી વખતે બંને આંખમાં આંસુ આવતા હોય  છે. પરંતુ પહેલાં કઈ આંખમાં આસુ નીકળે છે તેના માટે કારણો હોય છે. હસતા અને રડતા સમયે ખુશીનું પહેલું આંસુ જમણી આંખમાંથી નીકળે છે. અને જ્યારે દુખી થશો ત્યારે દુ:ખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે.