ભારતીયોને અને એમા પણ ગુજરાતીઓને થાઈલેન્ડ જવાની ખુબ ઈચ્છા રહેતી હોય છે. થાઈલેન્ડ ખુબ સુંદર દેશ છે. ત્યાં પ્રકૃતિએ ખોબલે ખોબલે સુંદરતા વેરી છે. થાઈલેન્ડ ફરવામાં પણ સસ્તી જગ્યા છે. લોકો 70 હજારથી પણ ઓછા રૂપિયામાં આ દેશ ફરીને આવી જાય છે. આ જ કારણ છે કે ટુરિઝમને પગલે વર્ષ 2017માં થાઈલેન્ડને પર્યટનથી 58 અબજ ડોલરનો ખજાનો મળ્યો હતો. જ્યારે 2018માં પહેલા છમાસિકમાં થાઈલેન્ડની જીડીપીમાં પર્યટનનું યોગદાન 12.4 ટકા હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે તો એવું પણ અનુમાન કર્યું હતું કે થાઈલેન્ડ આ જ રીતે પ્રવાસીઓ આવતા રહ્યા તો પાંચ વર્ષમાં થાઈલેન્ડ ટોપ પર આવી જશે. જો કે થાઈલેન્ડમાં બૂમ ટુરિઝમ પાછળ પણ ભારતીયોનો મોટો હાથ નકારી શકાય નહીં. કારણ કે ભારતથી દર વર્ષે લાખો લોકો થાઈલેન્ડ ફરવા માટે આવે છે. પણ શું તમને એ ખબર છે કે તમે એવી ચીજો ઉપર પણ ખુબ પૈસા વેરી નાખો છો જેની મજા તમે ફ્રીમાં લઈ શકો છો? ચાલો અમે તમને જણાવીએ. 


લમ્પિની પાર્ક
બેંગકોકમાં સિલોમ રોડ પર એક સુંદર અને નાનકડો લમ્પિની પાર્ક છે. જેના માટે તમારે એક પણ રૂપિયો આપવો પડતો નથી. અહીં જવા માટે તમારે તમારી મુસાફરીનું બજેટ ઘટાડવું પડશે નહીં. તમે ફ્રીમાં આ પાર્કની સેર કરી શકો છો. આ પાર્ક વાંસના જંગલો, ઝાડી ઝાંખરા, ફૂલો અને મેની ક્લોયર લેનથી ભરેલો છે. શહેરની ભીડભાડથી દૂર રાહત માટે આ જગ્યા ખુબ સારી છે. 


રોડ સાઈડ ડ્રામા
તમને એ જાણીને નવાઈ લાગશે કે થાઈલેન્ડમાં તમે કોઈ પણ ચાર્જ વગર રોડ સાઈડ ડ્રામા જોઈ શકો છો. જો કે લાક મુઆંગની મુસાફરી કરવા માટે તમારે થોડું ઘણું ચૂકવવું પડશે. અહીં ડાન્સર અને કલાકાર ત્યાંથી પસાર થતા લોકો માટે પરફોર્મન્સ કરે છે જે ખુબ મજેદાર હોય છે. 


Malaika Arora જેવું Fit અને Young રહેવું હોય તો કરો આ યોગાસન


ફ્લોટિંગ માર્કેટ
થાઈલેન્ડના સ્થાનિક લોકો માટે ફ્લોટિંગ માર્કેટ ખુબ સારી જગ્યા છે. આ માટે તમારે ક્લોંગ બેંગ લુઆંગ જવું પડશે. અહીંથી તમે અનેક પ્રકારના ફળ અને શાકભાજી ખરીદી શકો છો. જો તમે થાઈલેન્ડ જઈ રહ્યા હોવ તો એકવાર જરૂરથી ફ્લોટિંગ માર્કેટને એક્સપ્લોર કરજો. 


ટાઈગર ટેમ્પલ
થાઈલેન્ડમાં ટાઈગર ટેમ્પલ જોવા માટે ખુબ સારી જગ્યા છે. અહીં જવા માટે સૌથી પહેલા તમારે 1237 સીડીઓ ચડવી પડશે. આ ફ્રી તો છે જ સાથે સાથે ચડતી વખતે તમને શાનદાર નજારો પણ જોવા મળશે. 


Pressure Cooker: રાંધતી વખતે વાગતી નથી પ્રેશર કુકરની સીટી, ભોજન બળી જતું હોય અપનાવો


બટરફ્લાય પાર્ક
આ એક પ્રકારનો ટ્રેન પાર્ક છે. જેને તમે ફ્રીમાં જોઈ શકો છો. આ સંપૂર્ણ રીતે ક્વર્ડ છે. આ પાર્કમાં વિદેશી પતંગિયાની અનેક પ્રજાતિઓ મળી આવે છે. આથી તમે જ્યારે પણ ત્યાં જાઓ તો તમારો કેમેરા સાથે લઈ જવાનું ન  ભૂલતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube