Food Without Expiry Date: ખાવા પીવાની આ 5 વસ્તુઓ છે એવી જેની નથી હોતી એક્સપાઈરી
Food Without Expiry Date: જો કોઈ વસ્તુની એક્સપાયરી ડેટ જતી રહી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જેની એક્સપાયરી ડેટ ચેક કરવાની જરૂર પડતી નથી ? આજે તમને જણાવીએ આવી વસ્તુઓ વિશે જેનો ઉપયોગ તમે ચિંતા વિના કરી શકો છો.
Food Without Expiry Date: જ્યારે પણ તમે બજારમાંથી કોઈ ખાવાપીવાની વસ્તુ ખરીદો છો તો સૌથી પહેલા વસ્તુની એક્સપાયરી ડેટ ચકાસતા હશો. આ કામ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ તારીખ પરથી જ જાણી શકાય છે કે કઈ વસ્તુનું સેવન કઈ તારીખ સુધી કરી શકાય. જો કોઈ વસ્તુની એક્સપાયરી ડેટ જતી રહી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જેની એક્સપાયરી ડેટ ચેક કરવાની જરૂર પડતી નથી ? આજે તમને જણાવીએ આવી વસ્તુઓ વિશે જેનો ઉપયોગ તમે ચિંતા વિના કરી શકો છો.
ખાંડ
ખાંડની એક્સપાયરી ડેટ હોતી નથી. તેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. બસ ધ્યાન એકવાતનું રાખવું તે તેને ભેજ ન લાગે. ભેજ લાગવાથી તે ચીકણી થઈ ઓગળવા લાગે છે. બાકી તમે ખાંડને વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો.
આ પણ વાંચો:
આ 3 માંથી કોઈ 1 વસ્તુનો કરો ઉપયોગ, પછી ક્યારેય ઘરમાં નહીં જોવા મળે ઝીણા ઝીણા વંદા
Get Rid Of Lizards: ગરોળી એકવારમાં જ ભાગી જશે ઘરમાંથી, અજમાવો આ દેશી નુસખા
વરસાદી વાતાવરણમાં ઘરમાં પણ ઘુસી જાય છે મચ્છર સહિતના જીવજંતુ? તો તુરંત કરો આ સરળ કામ
શુદ્ધ મધ
મધમાખીઓ દ્વારા બનાવેલ શુદ્ધ મધ પણ ક્યારેય બગડતું નથી. મધને એર ટાઇટ બોટલમાં પેક કરી તમે વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. જો કે બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના મધ સાથે આવું ન કરી શકાય કારણ કે તે ભેળસેળયુક્ત હોય છે. જે ખરાબ થઈ શકે છે.
મીઠું
મીઠું પણ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો છો. મીઠાને પણ ભેજ અને પાણીથી દૂર રાખવું જરુરી છે બાકી તમે તેને વર્ષો સુધી વાપરી શકો છો.
વિનેગર
વિનેગરનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓમાં કરવામાં આવે છે. વિનેગર પણ એવી વસ્તુ છે જે ઝડપથી ખરાબ થતું નથી. તેને એક્સપાયરી ડેટની ચિંતા વિના વાપરી શકાય છે.
ચોખા
ચોખા વિશે તો એવું કહેવાય છે કે ચોખા જેટલા જૂના એટલા સારા. ચોખા એવું અનાજ છે જે ખરાબ થતું નથી. ચોખા જેમ જૂના થાય તેમ વધારે સ્વાદિષ્ટ લાગે છે. ચોખાને પણ ભેજ ન લાગે તો વર્ષો સુધી તેને વાપરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)