આ 3 માંથી કોઈ એક વસ્તુનો કરો ઘરમાં ઉપયોગ, પછી ક્યારેય ઘરમાં નહીં જોવા મળે ઝીણા ઝીણા વંદા

How To Get Rid Of Cockroaches: ખાસ કરીને ઝીણા વંદા અને માખી ખૂબ વધે છે. આ જીવજંતુને મારવા માટે ઘરમાં ઝેરી દવા વાપરવી પણ જોખમી સાબિત થાય છે. તેવામાં આજે તમને જણાવીએ કેટલાક એવા ઉપાયો વિશે જેને કરવાથી તમે કોઈપણ જાતની સમસ્યા વિના વંદાથી મુક્તિ મેળવી શકો છો. 

આ 3 માંથી કોઈ એક વસ્તુનો કરો ઘરમાં ઉપયોગ, પછી ક્યારેય ઘરમાં નહીં જોવા મળે ઝીણા ઝીણા વંદા

How To Get Rid Of Cockroaches: હાલ વરસાદે ઝોર પકડ્યું છે. ચારેતરફ વરસાદી વાતાવરણ છે. વરસાદ શરુ થાય એટલે ગરમીથી તો રાહત મળે પરંતુ વરસાદ આવવાની સાથે ઘરમાં વંદા સહિતના જીવજંતુઓનો ત્રાસ પણ વધી જાય છે. ખાસ કરીને ઝીણા વંદા અને માખી ખૂબ વધે છે. આ જીવજંતુને મારવા માટે ઘરમાં ઝેરી દવા વાપરવી પણ જોખમી સાબિત થાય છે. તેવામાં આજે તમને જણાવીએ કેટલાક એવા ઉપાયો વિશે જેને કરવાથી તમે કોઈપણ જાતની સમસ્યા વિના વંદાથી મુક્તિ મેળવી શકો છો. 

આ પણ વાંચો:

તુલસીનો છોડ

વરસાદની ઋતુમાં ઘરમાં જંતુઓને આવતા અટકાવવા હોય તો તમે તુલસીની મદદથી લઈ શકો છો. તુલસીમાં કુદરતી જંતુનાશક ગુણ હોય છે. ખાસ કરીને મચ્છર ઉપર તે જાદુની જેમ કામ કરે છે. તેના માટે તમારે ઘરના આંગણા અને બાલ્કનીમાં તુલસીનો છોડ લગાવવો. તુલસીની સુગંધથી જંતુઓ ઘરમાં આવતા નથી.
 

લવંડર તેલ અને ફુદીનો

લવંડર પણ આવો જ છોડ છે જેની સુગંધ જીવજંતુઓ પર અસર કરે છે. વંદા સહિતના જીવજંતુઓને ઘરમાંથી બહાર કરવા માટે. તમે લવંડર ઓઈલનો સ્પ્રે કરી શકો છો. જો તમારા ઘરમાં આ છોડ હોય તો તેના રસમાંથી પણ તમે સ્પ્રે બનાવી ઘરમાં છાંટી શકો છો. ફુદીનાની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે જે જંતુઓને દૂર કરે છે.
 

હળદરનો કરો ઉપયોગ

જો તમારા ઘરમાં વંદા, જીવજંતુઓ અને મચ્છર વધારે આવે છે તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બારી, દરવાજા, રસોડામાં હળદરનો છંટકાવ કરવો. 
 

આ સિવાય અન્ય એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વરસાદી વાતાવરણમાં ઘરમાં કોઈપણ જગ્યાએ પાણી જમા થવા દેવું નહીં. વાસણ પણ બરાબર સાફ કરી રાખવા અને બાથરુમ, વોશબેસીનમાં ગંદકી થવા દેવી નહીં. 
 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news