Eye Health: સ્વસ્થ આંખની વાત આવે તો સૌથી પહેલા વાત આહારની આવે છે. જો તમારે આંખોને સ્વસ્થ રાખવી હોય તો જરૂરી છે કે તમે યોગ્ય આહાર લેતા હોય. આંખને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવી હોય તો તેના માટે વિટામિન, એન્ટીઓકિસડન્ટ સહિતના પોષક તત્ત્વોથી ભરપુર આહાર લેવો જરૂરી છે. જો તમે તમારા આહારમાં વિવિધ પ્રકારના સુપરફૂડ્સનો સમાવેશ કરો છો તો તેનાથી તમારી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) પાલક, મેથી સહિતના પાંદડાવાળા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારી આંખોને ફાયદો કરી શકે છે. તેમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે આ બે એન્ટીઓકિસડન્ટ આંખોને થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.  


આ પણ વાંચો:


વાળમાં આ રીતે લગાવો અળવી, સફેદ વાળ સહિત આ 5 સમસ્યાથી મળશે મુક્તિ


યુરિક એસિડની સમસ્યા હોય તો ભુલથી પણ ન ખાવા આ ફળ, વધી જશે દુખાવો


Home Remedies: ખાધા પછી પેટમાં થતી ગેસની સમસ્યાને જળમૂળથી દુર કરશે આ દેશી ઉપચાર


2)  બ્લુબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે દ્રષ્ટિની ખામી સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. તેમાં વિટામિન સી પણ હોય છે જે મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારી આંખની તંદુરસ્તી સુધરી શકે છે.


3) સંતરા, લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટાં ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. વિટામિન સી મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.  
 
4) અખરોટ અને અન્ય નટ્સ વિટામિન E ના ઉત્તમ સ્ત્રોત હોય છે, આ એન્ટીઓકિસડન્ટ વય-સંબંધિત આંખના રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. બદામ, સૂર્યમુખીના બીજ અને કોળાના બીજ જેવા બીજનું નિયમિત સેવન મોતિયા અન્ય જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
 
5) સેલ્મન, ટુના જેવી માછલીઓ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, આ તત્વ આંખના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેનાથી આંખની શુષ્કતા, બળતરા અટકાવવામાં મદદ કરે છે.