વાળમાં આ રીતે લગાવો અળવી, સફેદ વાળ સહિત આ 5 સમસ્યાથી મળશે મુક્તિ

Hair Care Tips: અળવીનો ઉપયોગ વાળમાં કરવાથી ખરતા વાળ, નિષ્તેજ વાળ, સફેદ થતાં વાળ જેવી સમસ્યાથી મુક્તિ મળે છે. કારણ કે અળવીમાં ફાઇબર, વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે વાળને મજબૂતી આપે છે. અળવીનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ સંબંધિત મોટાભાગની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. 

વાળમાં આ રીતે લગાવો અળવી, સફેદ વાળ સહિત આ 5 સમસ્યાથી મળશે મુક્તિ

Hair Care Tips: જો તમારા વાળ પણ નબળા પડી ગયા હોય અને સફેદ થવા લાગ્યા હોય તો આજે તમને ખૂબ જ કામનો એક ઉપાય જણાવીએ. વાળને મજબૂત બનાવવા અને સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે વાળમાં અળવીનો ઉપયોગ કરી શકો છો. અળવીનો ઉપયોગ વાળમાં કરવાથી ખરતા વાળ, નિષ્તેજ વાળ, સફેદ થતાં વાળ જેવી સમસ્યાથી મુક્તિ મળે છે. કારણ કે અળવીમાં ફાઇબર, વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે વાળને મજબૂતી આપે છે. અળવીનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ સંબંધિત મોટાભાગની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. ચાલો તમને જણાવીએ કે અળવીનો ઉપયોગ વાળમાં કેવી રીતે કરવો અને તેનાથી લાભ શું થાય છે.

આ પણ વાંચો:

અળવીનો ઉપયોગ કરવાથી વાળને થતા ફાયદા

- અળવી વાળને મજબૂત બનાવે છે કારણ કે તેનાથી વાળના મૂળ સુધી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને તે વાળને હાઇડ્રેટ કરે છે. 

- અળવીમાં રહેલું ફોલેટ અને આયરન વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે.

- અળવીનો ઉપયોગ કરવાથી વાળની કોશિકાઓ ઝડપથી વધે છે અને વાળની કુદરતી ચમક યથાવત રહે છે.

- અળવીમાં રહેલું કોપર વાળને સફેદ થતા અટકાવે છે અને વાળની કુદરતી ચમક વધારીને તેને તૂટવાથી બચાવે છે. અળવીમાં રહેલું ફોલેટ વાળની પોષક તત્વો ની જરૂરિયાતને પૂરી કરે છે જેનાથી વાળ મજબૂત બને છે 

આ રીતે વાળમાં કરો અળવીનો ઉપયોગ

સૌથી પહેલા અડધી વાટકી અળવીના ટુકડા કરી લો. આ ટુકડાને પાણીમાં સારી રીતે બાફી લો. અળવી બફાઈ જાય પછી તેમાં થોડી છાશ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તમે છાશ ને બદલે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ પેસ્ટને માથામાં લગાડો અને 30 મિનિટ પછી વાળને શેમ્પુ કરો. અઠવાડિયામાં એક વખત આ માસ્ક નો ઉપયોગ કરવાથી ખરતા વાળ સહિતની સમસ્યા દૂર થાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news