Bad Cholesterol : શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તેથી જ આહાર અને વ્યાયામનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ શરીરમાં ઘટાડી શકાય. લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરમાં જ લોકો હાર્ટ એટેકનો શિકાર બને છે અને આવી ઘટનાઓનું પ્રમાણ હાલ વધી રહ્યું છે. બેડ કોલેસ્ટ્રોલ હૃદયને રક્ત પહોંચાડતી ધમનીઓમાં હોય છે. તેવામાં જો તમે અનહદી ફૂડનું સેવન કરો છો તો તેનું સ્તર ઝડપથી વધી જાય છે. તેના કારણે બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે અને પરિણામે હાર્ટ અટેક, સ્ટ્રોક જેવી સમસ્યા થઈ શકે છે. આ તકલીફ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને એવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ જે ઝડપથી બેડ કોલેસ્ટ્રોલને વધારે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વારંવાર કલર કરવાથી બેજાન થયેલા વાળની રંગત વધારશે મેથીના પાન, આ રીતે કરો ઉપયોગ


વાળને સોફ્ટ બનાવવાના ચક્કરમાં વધારે લગાડશો કન્ડિશનર તો થશે નુકસાન...


આ વસ્તુઓ ખાવાથી ખૂબ જ થાય છે Hair Fall, ખાતા હોય તો આજથી જ બદલો આદત


આલ્કોહોલ


એક રિપોર્ટ અનુસાર આલ્કોહોલનું સેવન કરવાથી લીવર પ્રભાવીત થાય છે અને સાથે જ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. તેથી આલ્કોહોલનું સેવન તુરંત જ બંધ કરવું જોઈએ આમ કરવાથી હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે.


પામ ઓઇલ


પામ ઓઇલમાં પણ અન્ય તેલની સરખામણીમાં વધારે ફેટ હોય છે. નિયમિત રીતે પામ ઓઇલ નો ઉપયોગ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ નું સ્તર વધે છે. અન્ય તેલની સરખામણીમાં આ તેલમાં બેડ કોલેસ્ટ્રોલ પોઇન્ટ 0.24 સુધી વધી શકે છે.


સોડા પીવાથી 


સોડા પીવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધી જાય છે. જે વયસ્ક અને વૃદ્ધ લોકો દિવસમાં વધારે સોડા પીતા હોય છે તેની અંદર બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.


ફેટ યુક્ત દૂધ


દૂધનું સેવન કરવું જરૂરી છે પરંતુ ફેટવાળું દૂધ પીવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધે છે. કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે હોય છે. તેથી કોલેસ્ટ્રોલની કે હાર્ટની સમસ્યા હોય તેમણે ફુલ ક્રીમ મિલ્ક ને બદલે સ્કીમડ મિલ્ક પીવું જોઈએ.