નવી દિલ્લીઃ જો ચહેરા પર પિમ્પલ આવી જાય તો આગળ જઈને તેના કારણે ચહેરા પર દાઘ રહી જવાનો ખતરો વધી જાય છે. જે જલ્દીથી ક્લિયર નથી થતા. આ ડાઘના કારણે કેટલાક લોકોનો કોન્ફિડન્સ ડાઉન થાય છે તો કેટલાક લોકોને શર્મ આવે છે. ફેસના ડાર્ક સ્પોટને દૂર કરવા માટે જરૂરી નથી કે તમે મોંઘા પ્રોડક્ટસ જ યૂઝ કરો, કેમ કે આ ઘરેલુ ઉપાયથી સમસ્યા દૂર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહેરા માટે કેવી રીતે ફાયદામંદ છે રીંગણ?
સામાન્ય રીતે રીંગણનો ઉપયોગ રીંગણના ભરતા માટે થાઈ છે, પણ શું તમે જાણો છો કે રીંગણનો પ્રયોગ ચહેરાની ખુબસુરતી વધારવા માટે પણ થઈ શકે છે. જો તમે રીંગણનો ઉપયોગ અલગ-અલગ રીતે કરો તો ચહેરા પરના ડાઘ દૂર થઈ શકે છે.


1. સનબર્નથી બચાવ-
ગરમીમાં તડકા અને ગરમ હવાના કારણે ટેનિંગની સમસ્યા ઉદભવતી રહે છે. તેવામાં રીંગણનો રસ તમારી ચિંતા દૂર કરી શકે છે. આ રસમાં ફાઈટોન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે તમારા ફેસ પરના બળતરાને દૂર કરે છે.


2. ફેસ થશે સોફ્ટ-
ચહેરા પર પોલ્યુશન અને અચર ડચર ખોરાકથી ખરાબ અસર પડે છે. આનાથી સ્કિન ડ્રાય અને બેજાન થાઈ છે. કેમ કે રીંગણમાં પાણી 90 ટકા માત્રામાં હોય છે જેના કારણે સ્કિન હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે. જેનાથી ચહેરો સોફ્ટ થાય છે.


3. એન્ટી એજિંગ ક્વોલિટી-
વધતી ઉંમરની અસરને રોકવું ખુબ જ અઘરું છે, તેવામાં તમે રીંગણના ફેસ માસ્ક તૈયાર કરી શકો છો. જેમાં એન્ટીઓક્સિડેન્ટ હોવાના કારણે ફ્રિ રેડિક્લસથી લડવામાં મદદ મળે છે. આ ફેસ માસ્કથી ચહેરા યુવાન દેખાઈ છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE 24 કલાક ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)