આ રીતે જમાવશો તો ઉનાળામાં પણ ખાટું નહીં થાય દહીં, પાણી વિનાનું ઘટ્ટ દહીં જામશે
Cooking Tips: જો લસ્સી, દહીંવડા જેવી વાનગીઓ બનાવવી હોય તો મોળા અને ઘટ્ટ દહીંની જ જરૂર પડે છે. તેવામાં દહીં ખાટું થઈ જવાની સમસ્યા તમારી પણ હોય તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો ઉનાળામાં પણ દહીં ખાટું નહીં થાય.
Cooking Tips: દરેક ઘરમાં દહીં જમાવવામાં આવે છે. પરંતુ જ્યારે ઉનાળો શરૂ થાય છે ત્યારે ગૃહિણીઓની ફરિયાદ વધી જાય છે કે થોડી જ કલાકોમાં દહીં ખાટું અને પાણીવાળું થઈ જાય છે જેના કારણે દહીં ખાવામાં મજા આવતી નથી. જો લસ્સી, દહીંવડા જેવી વાનગીઓ બનાવવી હોય તો મોળા અને ઘટ્ટ દહીંની જ જરૂર પડે છે. તેવામાં દહીં ખાટું થઈ જવાની સમસ્યા તમારી પણ હોય તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો ઉનાળામાં પણ તમારું દહીં ખાટું નહીં થાય અને તેમાં પાણી પણ નહીં રહે.
આ પણ વાંચો:
સ્કીનને Detox કરે છે આ Drinks, પીવાનું શરુ કરવાની સાથે ચહેરા પર દેખાશે રંગત
ખરતાં વાળથી લઈ ટાલની સમસ્યા દુર કરી શકે છે પારિજાતના ફૂલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ચોખાના પાણીથી વધારો Hair Growth, જાણો ઝડપથી ફાયદો મેળવવા માટે કેવી રીત કરવો ઉપયોગ
દહીં જમાવવાના નુસખા
- દહીં બનાવવા માટે હંમેશા તાજા દૂધનો ઉપયોગ કરો. જો વાસી દૂધનો ઉપયોગ કરશો તો દહીં ઝડપથી ખાટુ થઈ જશે.
- જો દહીંને પાણી વિના અને ઘટ્ટ જમાવવું હોય તો પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણને બદલે માટીના વાસણનો ઉપયોગ કરવો. માટીના વાસણમાં દહીં ઝડપથી જામે છે અને લાંબા સમય સુધી ફ્રેશ રહે છે
- દહીંને ખાટુ થતા અટકાવવું હોય તો થોડા કલાકો પછી ચેક કરી લો જો દહીં જામી ગયું હોય તો તેને ગરમ વાતાવરણમાંથી લઈ અને ફ્રિજમાં ઠંડુ કરવા મૂકી દો.
- દહીં જામે પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં રાખશો તો દહીં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે અને તેમાંથી પાણી પણ નહીં નીકળે.
- જો દહીંને લાંબા સમય સુધી ફ્રેશ રાખવું હોય તો તેને અન્ય ખાદ્ય પદાર્થોથી અલગ રાખો. સાથે જ ફ્રીજમાં એર ટાઈટ કન્ટેનરનો જ ઉપયોગ કરો જેથી અન્ય વસ્તુઓની સુગંધ દહીંમાં ન બેસે.
ખાટા થયેલા દહીંને આ રીતે ઠીક કરો
જો અનેક પ્રયત્ન કર્યા છતાં પણ દહીં ખાટું થઈ ગયું હોય તો તેની ખટાશને દૂર કરી શકાય છે. તેના માટે એક કાચના વાસણમાં દહીં લેવું અને તેમાં દહીં કરતાં દોઢ ગણું દૂધ ઉમેરો. હવે આ વાસણને થોડી વાર એમ જ રહેવા દો. તમે જોશો કે દહીં ફરીથી જામી જશે અને તે ખાટું નહીં હોય.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)