મુંબઈ : હાલમાં કરિયરના મોરચે મહિલાઓ જેટલી ઝડપથી આગળ વધી રહે છે એટલી જ તેમની સમસ્યાઓ પણ વધી વધી રહી છે. મહિલાઓના સ્વાસ્થ્યમાં ઉભી થતી આ સમસ્યાની સીધી અસર લગ્નજીવન તેમજ બીજી સામાજિક જવાબદારીઓ પર પણ પડે છે. આ મામલે મુસ્કાન ફર્ટિલિટી એન્ડ મેટરનિટીના ડો. ઋચા સિંહલે સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરના મત પ્રમાણે આજની મહિલાઓ જે રીતે પોતાની કરિયર તેમજ એક્સપિરીયન્સ વિશે જાગૃત છે એ જોતાં તેણે પોતાના શારીરિક વ્યાયામ તેમજ ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફાસ્ટ ફૂડ તેમજ અયોગ્ય ભોજનથી મલ્ટિપલ ઉણપ સર્જાય છે. આ ભોજનમાં રહેલા હાનિકારક તત્વ ઓવરીના સ્વાસ્થ્ય તેમજ ફર્ટિલિટી માટે પણ નુકસાનકારક છે. આ સિવાય મહિલાઓએ જીવનશૈલીમાં નિયમિત વ્યાયામ, ફળ, લીલા શાકભઆજી તેમજ ડ્રાય ફ્રુટ્સનો સમાવેશ કરવો જોઈએ.


આમ, કામકાજી મહિલાઓએ નિયમિત એક્સરસાઇઝ કરીને ફ્રેશ ફૂડ જ ખાવું જોઈએ. સંપૂર્ણ કાર્યક્ષમતાને જાળવી રાખવા માટે પ્રોસેસ્ડ ફૂડ અને ડાયટિંગથી બચવું જોઈએ. 


લાઇફસ્ટાઇલના સમાચાર જાણવા માટે કરો ક્લિક...