How to check Watermelon Quality: ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે કે આ સિઝનમાં મળતા એવા ફળને ડાયટમાં સામેલ કરો જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે સમજી જ ગયા હશો કે વાત તરબૂચની થઈ રહી છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તરબૂચમાં 96% પાણી હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ તરબુચ સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે જો તમને તરબૂચ ખરીદતા ન આવડતું હોય તો... માર્કેટમાં કેમિકલથી પકાવેલા તરબૂચ પણ મોટી માત્રામાં વેચાતા હોય છે. આવા તરબૂચ ખાવાથી ફુડ પોઈઝનિંગથી લઈને ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેથી તરબૂચ લેવાનું હોય ત્યારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવી. જો તમે તરબૂચ લેવાની ખાસ ટ્રીક જાણી લેશો તો તમે પણ તરબૂચને હાથમાં લઈને જ કહી દેશો કે તરબૂચ મીઠું છે અને લાલ છે કે નહીં. તો હવે પછી જ્યારે પણ તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ વાતોને ધ્યાનમાં લેજો. 


આ પણ વાંચો:વાળ ખરવાની શરુઆત થાય તો તુરંત છોડી દો આ 5 કામ, નહીં તો વાળ એટલા ખરશે કે ટકલું થઈ જશો


તરબૂચનો રંગ 


તરબૂચના રંગ પરથી તમે મોટાભાગે જાણી લેશો કે તરબૂચ પાકેલું છે કે નહીં. જ્યારે પણ તમે તરબૂચ ખરીદવા જાવ ત્યારે તરબૂચના રંગને ધ્યાનથી જોવો. જો તરબૂચનો રંગ ડાર્ક ગ્રીન હોય તો સમજી લેવું કે તે કુદરતી રીતે પાકેલું છે. 


તરબૂચનો આકાર 


તરબૂચ એવું ફળ જ હોય છે જેનો કોઈ એકસરખો આકાર નથી હોતો. જ્યારે તમે તરબૂચ કરી દો તો ધ્યાનમાં રાખો કે કોઈપણ જગ્યાએથી ફાટેલું કે દબાયેલું તરબૂચ ન હોય. 


આ પણ વાંચો: Lice Home Remedies: જૂ અને લીખથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય


વજન 


વજનમાં 96% સુધી પાણી હોય છે. પરંતુ આ રસ તરબૂચમાં ત્યારે જ આવે છે જ્યારે તે સારી રીતે પાકેલું હોય. જ્યારે તમે તરબુચ ને હાથમાં ઉઠાવો તો ધ્યાન આપો કે તેનું વજન વધારે હોય. એટલે કે તરબૂચ સાઈઝ કરતાં પણ વધારે ભારે લાગતું હોય તો સમજી લેવું કે તરબૂચ સારી રીતે પાકેલું છે અને તે રસદાર છે. 


નિશાન 


જે તરબૂચ કુદરતી રીતે પાકેલું હોય છે તે તરબૂચ પર ક્યાંક ને ક્યાંક પીળું નિશાન પડી જાય છે. પરંતુ જો કેમિકલથી પકાવેલું તરબૂચ હશે તો તે આખું લીલા કલરનું હશે. પછી હંમેશા આ વસ્તુને ચેક કરીને તરબૂચ ખરીદવું. 


આ પણ વાંચો: Tulsi for Skin: ત્વચા પર પ્રાકૃતિક નિખાર લાવવા તુલસીના પાનનો આ રીતે કરો ઉપયોગ


અવાજ 


તરબૂચને હંમેશા લોકો થપથપાવીને લેતા હોય છે. તેનું કારણ છે કે તરબૂચ જ્યારે સારી રીતે પાકી જાય છે તો તેનો અવાજ ખાસ પ્રકારનો હોય છે. જ્યારે પણ તરબૂચ ખરીદો ત્યારે તેની ચારે તરફ હથેળીથી હળવા હળવા હાથે થપથપાવો. જો તરબૂચમાંથી બોદો અવાજ આવે એટલે કે ભદભદ જેવો અવાજ આવે તો સમજી લેજો કે તરબૂચ પાકેલું છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)