Tulsi for Skin: ત્વચા પર પ્રાકૃતિક નિખાર લાવવા તુલસીના પાનનો આ રીતે કરો ઉપયોગ
Tulsi for Skin:તુલસીના પાન સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે લાભકારી છે તેવી જ રીતે સ્કીન માટે પણ વરદાન સાબિત થાય છે. તુલસીના પાનના અલગ અલગ ફેસપાક બનાવીને તમે ત્વચાની સુંદરતા વધારી શકો છો. તો ચાલો તમને જણાવીએ ચહેરાની કુદરતી સુંદરતા વધારવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો.
Trending Photos
Tulsi for Skin: તુલસી સ્વાસ્થ્ય માટે જેટલી ફાયદાકારક હોય છે એટલી જ સુંદરતા વધારવામાં પણ ઉપયોગી છે. તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીને પૂજનીય માનવામાં આવે છે. સાથે જ કેટલાક ઘરેલુ નુસખામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણકે તેમાં ઘણા આયુર્વેદિક ગુણ હોય છે. તુલસીના પાન સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે લાભકારી છે તેવી જ રીતે સ્કીન માટે પણ વરદાન સાબિત થાય છે. તુલસીના પાનના અલગ અલગ ફેસપાક બનાવીને તમે ત્વચાની સુંદરતા વધારી શકો છો. તો ચાલો તમને જણાવીએ ચહેરાની કુદરતી સુંદરતા વધારવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો.
તુલસીમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણ હોય છે. જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકે છે. તુલસીના પાનથી સ્કીન પરની ડેડ સ્કીન દૂર થઈ જાય છે. જેના કારણે ત્વચાની રંગત નિખરે છે. તુલસી ત્વચા ને હાઇડ્રેટ કરે છે અને પોષણ પણ આપે છે. તુલસીના પાનનો ફેસપેક લગાડવાથી ચહેરા પર તાજગી દેખાય છે. તમે તુલસીના આ અલગ અલગ ફેસપેક સ્કિન ટાઈપ ને અનુસાર યુઝ કરી શકો છો.
તુલસી અને લીંબુ
તુલસીના પાનની પેસ્ટ કે તુલસીના પાનનો પાવડર લેવો અને તેમાં એક ચમચી દહીં ઉમેરવું. સાથે જ થોડો લીંબુનો રસ મિક્સ કરી તેને ચહેરા પર 10 થી 15 મિનિટ માટે લગાડો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.
તુલસી અને દહીં
8 થી 10 તુલસીના પાનની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર 20 મિનિટ માટે લગાડો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ફેસપેક ત્વચાને એક્સફોલિયેટ કરે છે અને ડેડ સ્કીન દૂર થાય છે.
તુલસી અને લીમડો
જો તમારી સ્કિન ડ્રાય હોય તો બે ચમચી તુલસીની પેસ્ટમાં થોડું લીમડાનું તેલ ઉમેરો અને તેને રાત્રે ચહેરા પર લગાડો. 15 મિનિટ પછી ચહેરાને હું ફાળા પાણીથી સાફ કરી લો. તેનાથી ઓઇલી સ્કીનના કારણે થતી ખીલની સમસ્યા ઓછી થઈ જશે.
તુલસી અને મુલતાની માટી
એક ચમચી મુલતાની માટીમાં એક ચમચી તુલસીની પેસ્ટ અને જરૂર અનુસાર ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. 15 થી 20 મિનિટ પછી તેને નોર્મલ પાણીથી સાફ કરી લો. આ ફેસપેક થી ત્વચા એક્સફોલિયેટ થાય છે અને ત્વચાની સુંદરતા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે