પીળા પડેલા તકિયાને સફેદ દૂધ જેવા કરવા હોય તો ટ્રાય કરો આ ઉપાય, મહેનત વિના ચમકી જશે તકિયા
Washing Hacks For Pillow: દરેક વ્યક્તિ તકિયા પર 7 થી 8 કલાક માથું રાખીને સુવે છે. આવી સ્થિતિમાં તકિયામાં તેલ, પરસેવો લાગે તે સ્વાભાવિક છે. તેના કારણે તકિયામાં પીળા ડાઘ થઈ જાય છે. જો તેને સાફ ન કરવામાં આવે તો થોડા સમયમાં તકિયો ખરાબ થઈ જાય છે અને તે હાઈજીનની દ્રષ્ટિએ પણ હાનિકારક છે.
Washing Hacks For Pillow: જે રીતે આપણે નિયમિત રીતે બેડની ચાદર, તકિયાના કવરની સફાઈ કરીએ છીએ તેમ થોડા થોડા સમયે તકિયા પણ ધોવા જરૂરી છે. દરેક વ્યક્તિ તકિયા પર 7 થી 8 કલાક માથું રાખીને સુવે છે. આવી સ્થિતિમાં તકિયામાં તેલ, પરસેવો લાગે તે સ્વાભાવિક છે. તેના કારણે તકિયામાં પીળા ડાઘ થઈ જાય છે. જો તેને સાફ ન કરવામાં આવે તો થોડા સમયમાં તકિયો ખરાબ થઈ જાય છે અને તે હાઈજીનની દ્રષ્ટિએ પણ હાનિકારક છે. તેથી જરુરી છે કે તમે એક કે બે મહિનામાં તમારા તકિયાને ધોવાનું રાખો. આજે તમને તકિયો ધોવાનો એક સરળ રસ્તો જણાવીએ. આ રીતે તકિયો ધોવાનું રાખશો તો તકિયા પરના પીળા ડાઘ સરળતાથી દુર થઈ જશે અને તે પણ મશીનમાં જ..
આ પણ વાંચો:
Get Rid of Lizards: ઘરમાંથી ગરોળીઓ થઈ જશે ગાયબ, બસ કરી લો આ એક સરળ કામ
Get Rid Of Ants: ઘરમાં આવતી કીડીઓથી એકવારમાં મેળવવી હોય મુક્તિ તો કરો આ સરળ કામ
ઊંઘ કર્યા વિના કેટલા દિવસ જીવી શકાય ? ઊંઘ ન કરો ત્યારે શરીર પર થાય છે આવી અસર
તકિયો સાફ કરવા જરૂરી વસ્તુઓ
- લિક્વીડ સોપ
- બોરેક્સ પાવડર
- વિનેગર
તકિયો ધોવાની સરળ રીત
એકવારમાં મશીનમાં બે જ તકિયા ધોવાનું રાખો. તેના માટે સામસામે બે તકિયા મશીનમાં મુકો. પછી મશીનમાં પાણી ભરો અને તેમાં લિક્વીડ સોપ, એક ચમચી બોરેક્સ પાવડર અને એક કપ વિનેગર ઉમેરો. તેને 45 મિનિટ માટે પલળવા દો. ત્યારબાદ તકીયાને મશીનમાં જ વોશિંગ મોડમાં ધોઈ લો. મશીનમાં તકિયા ડ્રાય થઈ જાય પછી તેને થોડો સમય તડકામાં મુકો. તમે જોશો કે પીળા ડાઘ હળવા થઈ ગયા હશે.
(Disclaimer: અહીં આપેલા ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)