Morning Habits: આજના સમયની દોડધામ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિને એક કરતાં વધારે જવાબદારી નિભાવવી પડે છે. સ્ત્રી હોય કે પુરુષ તે પોતપોતાની જવાબદારીઓ નિભાવવામાં પોતાનું ધ્યાન પણ રાખી શકતા નથી. જેના કારણે સ્ટ્રેસ અને એન્ઝાઇટીની સમસ્યા ઝડપથી વધી રહી છે. સ્ટ્રેસ અને એન્ઝાઈટી પાછળ ઘણી ખરાબ આદતો પણ જવાબદાર હોય છે. જેમ કે કારણ વિના કલાકો સુધી સોશિયલ મીડિયા પર વીડિયો જોયા કરવા, મોડી રાત સુધી જાગવું અને જંક ફૂડ ખાવું. આ પ્રકારની આદતો સ્ટ્રેસ અને એન્ઝાઈટીને વધારવાનું કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા


તેની સામે આજે તમને કેટલીક એવી સારી આદતો વિશે જણાવીએ જેને ફોલો કરશો તો સ્ટ્રેસ અને એન્ઝાઇટીની સમસ્યાથી છુટકારો મળી જશે. આ આદતોને અપનાવીને તમે મેન્ટલ હેલ્થને તંદુરસ્ત રાખી શકો છો. જો મેન્ટલ હેલ્થને સુધારવી હોય તો સવારની કેટલીક આદતોને અપનાવો.


મેન્ટલ હેલ્થ 


મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને દિવસની શરૂઆત ફોનથી ન કરો. સવારે જાગીને સૌથી પહેલા બેડ પર બેસો અને પોઝિટિવ વિચારો. સાથે જ નક્કી કરો કે દિવસ દરમિયાન તમારે કયા કયા કામ કરવાના છે.. દિવસભરના ટાસ્ક અને લક્ષ નક્કી કરી લેવાથી સ્ટ્રેસ થશે નહીં. 


આ પણ વાંચો: Besan: ચણાના લોટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ત્વચા પર, ચહેરા પર નેચરલ ગ્લો દેખાશે


ફિઝિકલ હેલ્થ 


ફિઝિકલ હેલ્થ માટે સવારે 5 મિનિટ મેડીટેશન કરો અને પછી સ્ટ્રેચિંગ, વોકિંગ કે પછી હળવી એક્સરસાઇઝ કરો. 30 મિનિટ સુધી કોઈપણ એક્સરસાઇઝ કરો અને પછી સ્કીન કેર રૂટિન ફોલો કરો. 


પોષણયુક્ત આહાર 


સવારે તમે જે પણ વસ્તુનું સેવન કરો છો તેની અસર શરીર પર સૌથી વધુ થાય છે. તેથી સવારે પોષણયુક્ત વસ્તુઓનું સેવન કરો. સવારે નાસ્તામાં શું બનાવવું છે તેની તૈયારી રાતે જ કરી રાખો જેથી સવારે બ્રેકફાસ્ટ બનાવો સ્ટ્રેસફૂલ ના લાગે. 


આ પણ વાંચો: નવરાત્રીમાં ચાંદ જેવો ચમકશે તમારો ચહેરો, ઘરની વસ્તુથી બનેલું આ ગ્રીન માસ્ક લગાવો


પ્રોડક્ટિવિટી 


સવારના સમયે પ્રોડક્ટિવિટી કામ કરો તેનાથી દિલ અને દિમાગ બંનેમાં પોઝિટિવ એનર્જી જળવાઈ રહેશે. જેમકે સવારે જાગીને સૌથી પહેલા જ પોતાનો બેડ બરાબર કરી લો, ગાર્ડનમાં છોડને પાણી આપો, પોતાનું કેલેન્ડર ચેક કરી લો. આ પ્રકારનું કામ સવારે કરવાથી પ્રોડક્ટિવિટી સારી રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)