Menstruation Cycle: માસિક આવવું એ એક કુદરતી પ્રક્રિયા છે જે દરેક સ્ત્રીના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. એક ઉંમર સુધી દરેક સ્ત્રીને દર મહિને માસિક ધર્મ આવે છે. માસિક ચક્ર દરમિયાન સ્ત્રીઓને ઘણી સમસ્યાઓ પણ થતી હોય છે. પરંતુ જ્યારે સ્ત્રીઓને કોઈ ખાસ પ્રસંગમાં હાજરી આપવાની હોય અથવા ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે માસિકની તારીખ સમસ્યા બની જાય છે. આ સમસ્યાથી બચવા માટે દવા લીધા વિના કેટલાક ઘરગથ્થુ નુસખા તમને મદદ કરી શકે છે. આ નુસખા તમારા પીરિયડ્સને થોડા દિવસો માટે ટાળી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળામાં તબિયત રાખવી હોય સારી તો આ 5 વસ્તુઓ ખાવાની ભુલ ન કરતાં


ગુજરાતની કેસર સહિત ભારતના આ 6 રાજ્યોની કેરી પણ છે વિશ્વપ્રસિદ્ધ, સ્વાદ હોય છે લાજવાબ


ઝાડુ જેવા વાળને પણ સિલ્કી અને શાઈની બનાવી દેશે આ વસ્તુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


- જો તમે પીરિયડ્સને થોડા દિવસો માટે ટાળવા માંગતા હોય તો મરચું, કાળા મરી, લસણ જેવી વસ્તુઓ ન ખાવી. મસાલેદાર ખોરાક રક્ત પરિભ્રમણને વધારે છે. જેનાથી પીરિયડ્સ આવવાની શક્યતા વધી જાય છે. નિષ્ણાંતોના મતે મસાલેદાર ખોરાક શરીરને ગરમ કરે છે અને રક્ત પ્રવાહને ઝડપી બનાવે છે. તેથી પીરિયડ્સ થોડા દિવસ ટાળવા હોય તો થોડા દિવસો પહેલાંથી તેનું સેવન ઓછું કરવું.


- પીરિયડ્સ ટાળવા માટે તમે લીંબુનું સેવન કરી શકો છો. લીંબુ લોહીના પ્રવાહને નિયંત્રિત અથવા બંધ કરવામાં મદદ કરે છે. લીંબુ માસિક ધર્મ સંબંધિત તકલીફોને પણ ઘટાડી શકે છે. તેના માટે હુંફાળા પાણીમાં બે કે ત્રણ ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પીવો જોઈએ. તેનાથી પીરિયડ્સ થોડા દિવસો માટે ટળી શકે છે.


- તમે અસરકારક ઘરેલું ઉપાય તરીકે એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. એક અઠવાડિયા સુધી દિવસમાં ત્રણ વખત એક ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી વિનેગર મીક્સ કરીને પીવાથી લોહીના પ્રવાહમાં ઘટાડો થાય છે અને પીરિયડ્સ એક અઠવાડિયું ટળી શકે છે.


- અજમા પાનમાં ઘણા પોષક તત્વો જેમકે વિટામિન B12, વિટામિન K, વિટામિન C અને વિટામિન A હોય છે. માસિક થોડા દિવસ મોડું કરવુ હોય તો અજમાના પાનને પાણીમાં ઉકાળી તેને ઠંડુ કરી દિવસમાં 2 વખત પીવું.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)