ઉનાળામાં તબિયત રાખવી હોય સારી તો આ 5 વસ્તુઓ ખાવાની ભુલ ન કરતાં, સ્વાસ્થ્ય કરી શકે છે ખરાબ

Summer Season Diet: આ સમય દરમિયાન યોગ્ય ડાયટને ફોલો કરવામાં ન આવે તો શરીરમાં ઘણી બધી બીમારીઓ ઘર કરી જાય છે. સાથે જ ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો, ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ વાતાવરણમાં સ્વસ્થ રહેવા માટે શરીરને ઠંડક મળે તેવી વસ્તુઓ વધારે ખાવી જોઈએ.

ઉનાળામાં તબિયત રાખવી હોય સારી તો આ 5 વસ્તુઓ ખાવાની ભુલ ન કરતાં, સ્વાસ્થ્ય કરી શકે છે ખરાબ

Summer Season Diet: ગરમીના દિવસોમાં ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો આ સમય દરમિયાન યોગ્ય ડાયટને ફોલો કરવામાં ન આવે તો શરીરમાં ઘણી બધી બીમારીઓ ઘર કરી જાય છે. સાથે જ ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો, ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ વાતાવરણમાં સ્વસ્થ રહેવા માટે શરીરને ઠંડક મળે તેવી વસ્તુઓ વધારે ખાવી જોઈએ. સાથે જ વધુમાં વધુ પાણી પીવું જોઈએ. શરીરને હાઈડ્રેટ રાખવા માટે નાળિયેર પાણી શેરડીનો રસ જેવા એનર્જી ડ્રીંક પીવા જોઈએ. સાથે જ કેટલાક ખોરાક એવા છે જેને ખાવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ ઉનાળા દરમિયાન ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

આ પણ વાંચો:

વધારે પડતું મસાલેદાર ભોજન

ગરમીના દિવસોમાં રસોઈમાં મરી મસાલાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સાથે જ ભોજનમાં તળેલી વસ્તુઓ ખાવાનું પણ ટાળવું જોઈએ. વધારે તેલ મસાલા યુક્ત ભોજન કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. ગરમીના દિવસોમાં મરચું પાવડર ગરમ મસાલો જેવા મસાલા શરીરને ગરમ કરે છે. જેના કારણે પાચન પર પણ અસર થાય છે. આ પ્રકારનો ખોરાક ખાવાથી શરીરમાં પિત્ત દોષ વધે છે. તેથી ઉનાળામાં તેલ મસાલા યુક્ત વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

નોનવેજ બંધ કરો

જે લોકો નોનવેજ ખાતા હોય તેમણે ઉનાળા દરમિયાન તેનું સેવન ઓછું કરવું જોઈએ. ઉનાળામાં રોજ નોનવેજ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. 

જંક ફૂડ ન ખાવ 

આજના સમયમાં પીઝા, બર્ગર, પાસ્તા જેવા સ્ટ્રીટ ફૂડ લોકોને ખાવા ખૂબ જ ગમે છે. પરંતુ ઉનાળાના દિવસોમાં આ પ્રકારના જંગ ફૂડ ખાવાથી દૂર રહેવું જોઈએ. ઓઇલી અને જંક ફૂડ ખાવાથી પેટ ખરાબ થાય છે. સાથે જ તેનું પાચન બરાબર થતું નથી અને વજનમાં વધારો પણ થાય છે.

આ પણ વાંચો:

અથાણા ઓછા ખાવા 

ઘણા લોકોને ભોજનમાં રોજ અથાણા ખાવાની આદત હોય છે. પરંતુ ગરમીના દિવસોમાં વધારે પ્રમાણમાં અથાણા ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કારણ કે અથાણામાં મસાલા અને તેલ વધારે હોય છે અને તે ફર્મેન્ટેડ  હોય છે. તેમાં સોડિયમ નું પ્રમાણ પણ વધારે હોય છે જે અપચાનું કારણ બની શકે છે.

ચા કોફી ઓછી કરો

ઉનાળાના દિવસોમાં ચા અને કોફી જેવા પદાર્થોનું સેવન પણ ઓછું કરવું જોઈએ. આ પ્રકારના પીણા શરીરમાં ગરમી વધારે છે. તેથી ઉનાળામાં ચા કોફીને બદલે નાળિયેર પાણી, શેરડીનો રસ જેવા પીણા પીવા જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news