Instant Glow: ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ તમારી ત્વચાને ચમકાવી દેશે
Face Pack For Instant Glow: અચાનક કોઈ ફંકશન કે પાર્ટીમાં જવાનું થાય ત્યારે સ્કિનને પાર્ટી રેડી કરવા માટે આ ફેસ પેક લગાવી શકાય છે. આ ફેસપેક લગાવવાથી સ્કિન પર ઇંસ્ટંટ ગ્લો આવે છે.
Face Pack For Instant Glow: આખો દિવસ કામમાં બિઝી રહ્યા પછી જ્યારે અચાનક બહાર જવાનું થાય તો સ્કિનને ગ્લોઈંગ કેવી રીતે બનાવવી તે મોટો પ્રશ્ન હોય છે. આ સમય એવો હોય છે કે વધારે સમય પણ હોતો નથી. તેથી એવી વસ્તુ ચહેરા પર અપ્લાય કરવી પડે છે જે તુરંત રિઝલ્ટ આપે.
આજે તમને એવા ફેસપેક વિશે જણાવીએ જેને લગાવવાથી 10 મિનિટમાં જ ઈંસ્ટેંટ ગ્લો મળશે. આ ફેસપેક બનાવવામાં વધારે વસ્તુઓની જરૂર પણ નહીં પડે. તમે ઘરે સરળતાથી આ પેક તૈયાર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ 10 મિનિટમાં સ્કિનને પાર્ટી રેડી કેવી રીતે કરવી.
આ પણ વાંચો: આ હૈક્સની મદદથી મિનિટોમાં સાફ થઈ જશે ચાના ડાઘવાળા કપ, નવા હોય તેવા ચમકશે
સ્કિનને કરો સાફ
સૌથી પહેલા સ્કિનને ક્લિંઝિંગ મિલ્કથી સાફ કરો. સ્કિનને સાફ કરવાથી પોર્સમાં છુપાયેલી ગંદકી, બેક્ટેરિયા સાફ થઈ જાય છે. તેનાથી સ્કિન સાફ અને ચમકદાર દેખાશે.
ગ્લોઈંગ સ્કિન માટે ફેસપેક
અડધી ચમચી ચંદન પાવડર, ચપટી હળદરમાં જરૂર અનુસાર ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને સાફ ચહેરા પર લગાવો. ફેસપેકને ચહેરા પર 20 મિનિટ માટે રાખો અને પછી જ્યારે ફેસપેક સુકાઈ જાય એટલે સ્કિનને સાફ કરો. ત્યારબાદ સ્કિન પર મોઈશ્ચુરાઈઝર લગાવો.
આ પણ વાંચો:1 ચમચી મધમાં આ દાણા મિક્સ કરી ચહેરા પર લગાવો, ક્રીમ લગાડ્યા વિના ત્વચા કરશે ગ્લો
આ રીતે સ્કિનને રાખો હેલ્ધી
સ્કિનને હેલ્ધી રાખવા માટે દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું. નિયમિત 7 કલાકની ઊંઘ થાય તેવો પ્રયત્ન કરવો. કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ લેવો નહીં. સ્ટ્રેસથી સ્કિનને સૌથી વધુ નુકસાન થાય છે. ત્વચા પર ગ્લો માટે નિયમિત યોગ કે પ્રાણાયામ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)