Glowing Skin: 1 ચમચી મધમાં આ દાણા મિક્સ કરી ચહેરા પર લગાવો, ક્રીમ લગાડ્યા વિના ત્વચા કરશે ગ્લો

Glowing Skin: સ્કિન માટે નેચરલ ઉપાયો અસરદાર સાબિત થાય છે. આ ઉપાયોને અપનાવીને તમે ત્વચાની સમસ્યાથી બચી શકો છો. આજે તમને આવા જ અસરદાર ઉપાય વિશે જણાવીએ.

Glowing Skin: 1 ચમચી મધમાં આ દાણા મિક્સ કરી ચહેરા પર લગાવો, ક્રીમ લગાડ્યા વિના ત્વચા કરશે ગ્લો

Glowing Skin: લોકો ત્વચા સંબંધિત અલગ અલગ સમસ્યાઓથી પરેશાન રહે છે. કેટલાક લોકોને એકનેની સમસ્યા હોય છે તો કેટલાક લોકોને ડ્રાઈ સ્કિનની સમસ્યા હોય છે. ત્વચા સંબંધિત સમસ્યાઓમાં મધ અને અળસીના બીનો ઉપયોગ કરી શકાય છે. આ બંને વસ્તુનો ઉપયોગ કરીને ત્વચા સંબંધિત ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ બંને વસ્તુ એવી છે જે સ્કીનને અંદરથી સાફ કરે છે અને ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ મધ અને અળસીના બી નો ઉપયોગ કેવી રીતે કરવો? અને તેનાથી ફાયદા શું થાય છે ?

કેવી રીતે કરવો મધ અને અળસીનો ઉપયોગ ?

ચહેરા પર મધ અને અળસી લગાવવા માટે સૌથી પહેલા આગલા દિવસે રાત્રે અળસીને પાણીમાં પલાળી દો. અળસી પાણીમાં પલળી જાય પછી તેને મધમાં મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. 10 મિનિટ પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. 

ગ્લોઈંગ સ્કીન માટે લીંબુ અને અળસીનો કરો ઉપયોગ 

સ્કીન પરથી એકને દૂર કરવા અને સ્કીનનો ગ્લો વધારવા માટે મધ અને અળસી સાથે લીંબુ મિક્સ કરવું ફાયદાકારક રહે છે. તેના માટે અળસીના બીને પીસીને પાવડર બનાવી લેવો. હવે આ પાવડરમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી સ્ક્રબ કરીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. 

મધ અને અળસીના ફાયદા 

ચહેરા પર મધ અને અળસી લગાવવાથી ચહેરા પર જામેલી ડેડ સ્કિન દૂર થાય છે અને સ્કીન સેલ્સ અંદરથી સાફ થાય છે. જેના કારણે એકને ની સમસ્યા થતી નથી. 

મધ અને અળસી બંને હાઇડ્રેટર તરીકે કામ કરે છે. અળસીનું જેલ અને મધ એવા તત્વથી ભરપૂર હોય છે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે. સ્કીનમાં મોઈશ્ચર જાળવી રાખે છે અને ત્વચાનું ટેનિંગ દૂર કરે છે. સ્કીનને મોઈશ્ચુરાઈઝ કરવા માટે પણ આ બે વસ્તુ બેસ્ટ છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news