Get Rid of House Flies: વરસાદી વાતાવરણમાં માખી સહિત પાંખવાળા જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે. વરસાદ પડે એટલે ઘરમાં માખીઓની સંખ્યા વધી જાય છે. ખાસ કરીને રસોડામાં સૌથી વધુ માખી જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં રોગચાળો આમ પણ વધારે ફેલાયેલો હોય છે તેવામાં માખી આ રોગચાળામાં વધારો કરી શકે છે. માખી ઘરમાં ગંદકી પણ ફેલાવે છે. માખી અને જીવજંતુઓથી મુક્તિ મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાયો શોધતા હોય છે. પરંતુ ઝડપથી માખીથી છુટકારો મળતો નથી. જો તમારા ઘરમાં પણ વરસાદી વાતાવરણના કારણે માખીઓ વધી ગઈ છે તો આજે તમને પાંચ અસરકારક ટ્રિક્સ જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો આ જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર


વરસાદી વાતાવરણમાં વધી જતી માખી અને પાંખવાળા જીવજંતુઓ અને ભગાડવા માટે ઘરમાં પાંચ વસ્તુઓ રાખવી જોઈએ. આ પાંચ વસ્તુઓ એવી છે જે ખૂબ જ અસરકારક છે. આ પાંચ વસ્તુ ઘરમાં રાખશો તો ઘરમાં એક પણ માખી ફરકશે નહીં. આ પાંચ વસ્તુ જીવજંતુ અને માખી સહન કરી શકતી નથી. આ વસ્તુ ઘરમાં રાખવાથી માખી, મચ્છર અને જીવજંતુથી તુરંત છુટકારો મળી જશે. તેનાથી ઘર ચોખ્ખું અને સુગંધિત પણ રહેશે. 


માખી અને જીવજંતુઓ ભગાડવાના અસરકારક ઉપાય 


આ પણ વાંચો: Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ


કપૂર 


જો ઘરમાં હદ કરતાં વધારે માખી થઈ ગઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. કપૂરનો એક નાનકડો ટુકડો લઈ તેને ચમચીમાં રાખી માખી જે વધારે હોય ત્યાં સળગાવી દો. કપૂરની સુગંધથી માખી તુરંત જ ભાગી જશે. 


મીઠું અને લીંબુ 


માખીને ઘરમાંથી ભગાડવા માટે મીઠું અને લીંબુ પણ ઉપયોગી છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મીઠું અને એક લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં પરી અને ઘરની અલગ અલગ જગ્યાએ છાંટી દો. જ્યાં પણ આ મિશ્રણ છાંટેલું હશે ત્યાં માખી દેખાશે નહીં. 


આ પણ વાંચો: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આમાંથી કોઈ 1 ઉપાય


એપલ સાઇડર વિનેગર 


ઘરમાંથી માખીને ભગાડવી હોય તો વિનેગર અસરકારક સાબિત થાય છે. તેના માટે પાણી અને વિનેગરને મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. આ મિશ્રણને ઘરની અલગ અલગ જગ્યા પર છાંટી દો. નિયમિત આ સ્પ્રે છાંટશો તો માખી ઘર છોડીને જતી રહેશે. 


તમાલપત્ર 


રસોઈમાં ઉપયોગમાં આવતું તમાલપત્ર માખી અને જીવજંતુને ભગાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. રસોડામાં જો માખીનો ત્રાસ વધી ગયો હોય તો રસોઈ કરો તે પહેલા તમાલપત્રને પ્લેટફોર્મ પર રાખી સળગાવી દો. થોડી જ વારમાં માખી ભાગી જશે. 


આ પણ વાંચો: Lizards: ડરશો નહીં! ગરોળી ઘરમાં તો શું ઘરની આસપાસ પણ નહીં ભટકે, કરી લો આ 5 ઉપાય


ફિનાઇલ 


વરસાદી વાતાવરણમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું પડે છે જો તમે ઘરની સફાઈમાં ધ્યાન રાખશો તો માખીના ત્રાસથી રાહત મળી જશે. વરસાદી વાતાવરણમાં ઘરમાં પોતા કરવાના પાણીમાં ફીનાઇલ મિક્સ કરવું જોઈએ. ફીનાઈલની સુગંધથી પણ માખી દુર ભાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)